અમદાવાદ BRTS બસોનું સવારથી જ ચેકીંગ
અમદાવાદ:અમદાવાદ શહેરનાં પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસે ટક્કર મારતાં બે સગાં ભાઈઓનાં મોત નિપજતાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે આ ઘટનામાં તપાસ ચાલી રહી છે અને બીઆરટીએસ બસ સંચાલક દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં બસના ચાલકની બેદરકારી બહાર આવતાં જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજીબાજુ આજે સવારથી જ જેટ અને બીઆરટીએસના સંચાલકોની વીસથી વધુ ટીમોએ બીઆરટીઅએસ બસો તથા એએમટીએસ બસોનું રસ્તા ઉપર જ ચેકીંગ શરૂ કરી સ્પીડ લીમીટ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી દીધી છે.
આ અંગેની વિગત એવી છે કે પાંજરાપોળ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસની ટક્કરથી બે સગાં ભાઈઓનાં મોત નિપજ્યાં હતા. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો.
બીઆરટીએસ બસ દ્વારા શહેરમાં અક્સ્માતની સંખ્યાબંધ ઘટનાઓ ઘટી છે. બસના ચાલકની બેદરકારીથી અક્સ્માતો સર્જાતાં હોવાનાં આક્ષેપો પણ થવા લાગ્યાં હતાં. જેનાં પગલે બસ સંચાલકો સક્રિય બન્યાં છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસે થોડાં દિવસ પહેલાં જ બીઆરટીઅએસ બસનાં ચાલકની ઘોર બેદરકારીથી બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યાં છે.
જેનાં પગલે કોર્પાેરેશનની ક્ચેરી તથા અન્ય સ્થળો ઉપર નાગરીકોએ ઉગ્ર દેખાવો કર્યા હતાં. એટલું જ નહીં પરંતુ બીઆરટીઅએસના કોરીડોર હટાવવાની પણ માંગણી ઉઠાવવામાં આવી હતી. લોકોનાં રોષને જાતાં મ્યુનિ.સત્તાવાળાઓ એલર્ટ થયાં હતાં અને તાત્કાલિક આ ઘટનામાં તપાસ સોંપી હતી. તપાન દરમ્યાન બસના ચાલકની બેદરકારી સામે આવતાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ગંભીર દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બે દિવસ પહેલાં જ બીઆરટીએસ બસમાં તથા કોરીડોરનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં બીઆરટીએસ બસ સેવા માટે કેટલાંક મહ¥વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં. આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પણ પડ્યાં હતાં.
જેનાં પગલે આજે સવારથી જ અમદાવાદ શહેરમાં ફરતી બીઆરટીએસ બસો તથા એએમટીએસ બસોનું ચેકીંગ શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલ મોડી સાંજ સુધી કોર્પાેરેશનના અધિકારીઓની તબક્કાવાર બેઠકો યોજાઈ હતી. અને આ બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ આજે સવારથી જ જેટ તથા બીઆરટીઅએસ સેવાના અધિકારીઓએ રસ્તા ઉપર ચેકીંગ કરતા જાવા મળ્યાં હતાં.
શહેરનાં વિવિધ વિસ્તારોમાં ૩૦થી વધુ ટીમોએ તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને બીઆરટીએસ બસોની સ્પીડના મુદ્દે ખાસ તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે જે કોઈ ડ્રાઈવર મોબાઈલ સાથે પ્રથમ વખત પકડાય તો એક દિવસ માટે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને આજ ભૂલનું પુનરાવર્તન થાય તો વધુ કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. બીઆરટીએસ કોરીડોરમાં પ્રવેશતાં વાહનચાલકો વિરુદ્ધ આજે સવારથી જ સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવ્યાં છે.
સાથે સાથે બીઆરટીએસ કોરીડોરમાં ખાદી એમ્બ્યુલન્સ લઈ ફરતાં ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આમ આજ સવારથી જ બીઆરટીએસ તથા બીઆરટીએસની સાથે સાથે એએમટીએસ બસોનું પણ ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિ.અધિકારીઅઓ દ્વારા બસનાં ચાલકોના મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી હતી.