કરણ અને દૃશાની સગાઈનો ઈનસાઈડ વીડિયો વાઈરલ
મુંબઈ, હિન્દી સિનેમાના હીમેન ધર્મેન્દ્રના પૌત્ર અને સની દેઓલના દીકરા કરણ દેઓલના ૧૮ જૂને લગ્ન થવાના છે. તેવામાં સોમવારે કરણ દેઓલ અને દૃશા આચાર્યની સગાઈ થઈ હતી. આ પ્રસંગે અભિનેતાના પરિવારન નજીકના લોકો અને સંબંધીઓ હાજર રહ્યા હતા. અહીં બોલીવુડ સેલિબ્રિટીઝ પણ દેખાયા હતા, જેના ફોટોઝ અને વીડિયોઝ સામે આવ્યા છે. જાેકે, કરણ દેઓલની સગાઈ પ્રસંગનો ઈનસાઈડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં કરણ દેઓલ અને દૃશા આચાર્ય બંને એકસાથે જાેવા મળી રહ્યા છે. બંને એકબીજાનો હાથ પકડીને કેક કટિંગ કરી રહ્યા છે. વ્હાઈટ કલરની કેકની સાથે બંને એકબીજા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તો કરણે સગાઈમાં બ્લૂ કુર્તો પહેર્યો હતો. જ્યારે દૃશા પીળા રંગની સાડીમાં ખૂબ સુંદર દેખાતી હતી. બંને કેક કાપતા સમયે ચહેરાની સ્માઈલ જાેવા જેવી હતી. બીજી તરફ કરણ દેઓલની સગાઈ પ્રસંગનો ઈનસાઈડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
કારણ કે, તેમાં સની દેઓલ ડાન્સ કરતો જાેવા મળી રહ્યો છે. સાથે જ સની દેઓલ ઘણો ખુશ જાેવા મળ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ પ્રાઈવેટ સેરેમની દરમિયાન કરણ દેઓલ અને દૃશાની એન્ગેજમેન્ટ સેરેમની થઈ હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બંનેની સગાઈ એ જ તારીખે થઈ હતી.
જ્યારે ધર્મેન્દ્ર અને તેમનાં પહેલા પત્ની પ્રકાશ કૌરના લગ્ન (૧૮ ફેબ્રુઆરી) થયા હતા. કરણ અને દૃશાનો લગ્ન પ્રસંગ ૧૬ જૂનથી ૧૮ જૂન સુધી ચાલશે. જ્યારે ૧૬ જૂને મહેંદી અને સંગીતનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ ૧૮ જૂને લગ્ન થશે.SS1MS