Western Times News

Gujarati News

મન્નતની લોન ભરતા શાહરુખના આંખે પાણી આવી ગયા હતા

મુંબઈ, શાહરુખથી લઇને અનેક બોલિવૂડ સિતારાઓની લાઇફ સ્ટાઇલ વિશે તમે જાણતા હશો. શાહરુખના શોખ જાેરદાર છે. આમ, વાત કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના લોકોની લાઇફ સ્ટાઇલ કંઇક અલગ જ હોય છે. શાહરુખના મન્નત બંગલાની વાત કરવામાં આવે તો બહારથી જ એવો છે જે આપણને એક નજરે ગમી જાય છે.

બહારથી પણ શાહરુખનો બંગલો જાેવા માટે લોકોની ભારે ભીડ જામતી હોય છે. પરંતુ તમને એક ખાસ વાત એ જણાવી દઇએ કે શાહરુખના મન્નત બંગલા પાછળ પણ એક કહાની છે, જે જાણીને તમને બહુ નવાઇ લાગશે. મન્નત બંગલો શાહરુખ ખાનથી બહુ નજીક છે. માત્ર શાહરુખ જ નહીં, પરંતુ પત્ની ગૌરી ખાનને પણ મન્નત સાથે બહુ પ્રેમ જાેડાયેલો છે. શાહરુખે ગૌરીને એની બર્થ ડે પર મન્નત બંગલો ગિફ્ટ કર્યો હતો, પરંતુ મન્નત ખરીદવાનું શાહરુખનું સપનું બહુ સરળ હતુ નહીં.

આમ કહી શકાય કે મન્નત ખરીદતી વખતે શાહરુખને આંખે પાણી આવી ગયા હતા. ૯૦ ના દશકમાં પણ મન્નતની કિંમત એ સમય કરતા ઘણી વઘારે હતી. શાહરુખ ખાન અને ગૌરી ખાનની નજીકની વ્યક્તિ શબીના ખાને શાહરુખને મન્નત ખરીદવા માટે અને એ સમયની શાહરુખ-ગૌરીની સ્થિતિ વિશે એક મેગેઝિનમાં માર્ચ ૨૦૧૩માં લખ્યુ હતુ.

ડિઝાઇનરથી નિર્માતા બનેલા શબીના ખાને ધ એસઆરકે સ્ટોરી ટાઇટલથી એમનો આર્ટિકલ લખ્યો હતો. શબીનાએ બોલિવૂડમાં શાહરુખના શરૂઆતના દિવસો અને એની પત્ની ગૌરી મુંબઇમાં શિફ્ટ થયા પછીની લાઇફ વિશે લખ્યુ હતુ.

શબીના ખાને એક વાતનો ખુલાસો કરતા લખ્યુ હતુ કે ગૌરી ખાન અને શાહરુખ ખાન થોડા અઠવાડિયા માટે અજીજ મિર્ઝાના ઘરના બેડરૂમમાં રહેતા હતા અને પછી એમને માઉન્ટ મેરીમાં એક બેડરૂમ એપાર્ટમેન્ટ ભાડે લીધો. ગૌરી ખાન ઘરનું બધુ કામ જાતે કરતી હતી. ઘરમાં જગ્યા એટલી ઓછી હતી કે એમને હાઉસ હેલ્પની કોઇ જરૂર પડતી હતી નહીં.

શાહરુખ મારૂતિ ૮૦૦ કાર દિલ્હીથી લાવ્યા હતા અને ગૌરી ડ્રાઇવ કરતી હતી. શબીના આ વિશે લખે છે કે ગૌરીની બર્થ ડે પર શાહરુખે સપનાનું ઘર મન્નત ખરીદ્યુ અને આદિત્ય ચોપડાએ એમની ફિલ્મ ડીડીએલજેની પહેલી કોપી દેખાડવા માટેનો ર્નિણય કર્યો. શાહરુખે શબીનાને આ વાત જણાવી હતી કે જ્યારે મન્નત ખરીદવાનો ર્નિણય કર્યો ત્યારે એમની પાસે સેવિંગ્સના ૨ કરોડ રૂપિયા હતા, જ્યારે મન્નતની કિંમત ૩૦ કરોડ રૂપિયા હતી. બાકીની શાહરુખે લોન કરાવી હતી.

શાહરુખની ડીડીએલજે સકસેસ રહી અને અને ૪ વર્ષની અંદર લોન પૂરી કરી દીધી હતી. આજે શાહરુખની પાસે ઘણાં દેશોમાં પોતાના ઘર છે. આજે મન્નતની લગભગ કિંમત ૨૦૦ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.