Western Times News

Gujarati News

મિથુનની એક વાતે બદલી નાખી મદાલસા શર્માની જિંદગી

મુંબઈ, પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી અને યોગિતા બાલીનો દીકરો મહાક્ષય ચક્રવર્તી ઉર્ફે મિમોહે હાલમાં પત્ની મદાલસા શર્મા સાથેના લગ્ન તેમજ ટીવી પર તેણે કેવી રીતે સફળતા મેળવી તેના વિશે વાત કરી હતી. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના અને સુધાંશુ પાંડે સ્ટારર સીરિયલ ‘અનુપમા’માં તે કાવ્યા શાહનું પાત્ર ભજવવા માટે જાણીતી છે.

મિમોહે એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, તેના પિતા મિથુને જ મદાલસાને ટીવી શો માટે હા પાડવા પ્રોત્સાહિત કરી હતી. તેણે ઉમેર્યું હતું કે ‘મારા પિતાએ મદાલસાને કહ્યું હતું કે, જાે તને ટીવીમાં કામ કરવાની તક મળી રહી હોય તો તું તે તક ન જતી કરતી. કારણ કે, મિથુનની ટીવીમાં બીજી ઈનિંગ ૨૦૦૯માં ડાન્સ ઈન્ડિયા ડાન્સ થકી થઈ હતી. ડ્ઢૈંડ્ઢમાં ઘણા વર્ષ સુધી સુપર જજ તરીકે જાેવા મળેલા મિથુન ચક્રવર્તી ખાસ કરીને યંગ જનરેશનમાં ખૂબ પોપ્યુલર થયા હતા.

મિમોહે કહ્યું હતું કે ‘ડાન્સ રિયાલિટી શોએ મારા પિતાએ તેવી તમામ પેઢીઓ સુધી પહોંચવાની તક આપી હતી જેણે કદાચ તેમની ફિલ્મો જાેઈ પણ નહીં હોય’. બાદમાં તેણે ઉમેર્યું હતું કે ‘મદાલસાને તે તક મળી હતી અને આજે તેને જુઓ. તેને હવે ઘરે શાંતિથી બેસવાનો સમય પણ નથી. મારા પિતા મારી પત્ની માટે ખરેખર નસીબદાર સાબિત થયા.

મિથુન ચક્રવર્તીની ગણતરી તેમના સમયમાં હિટ હીરોમાં થતી હતી. એકસમય એવો પણ હતો જ્યારે તેઓ બી-ગ્રેડ ફિલ્મો કરવા લાગ્યા હતા અને આ માટે તેમણે ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મિમોહે પિતાના આ ર્નિણયનો બચાવ કર્યો હતો. તેણે કહ્યું હતું ‘મારા પિતા તેમના પરિવારના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે બધું કર્યું.

મારા માતા યોગિતા બાલી મારા પિતાના જીવનમાં આવેલા ઉતાર-ચડાવના સાક્ષી રહ્યા છે. જ્યારે મારા પિતાની ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ જતી હતી ત્યારે નિરાશ થઈ જતા હતા. જાે કે, તેમણે મહેનતથી કામ કરવાનું બંધ કર્યું નહોતું. તેમણે ચાર શિફ્ટમાં પણ કામ કર્યું છે અને વેનિટી વેનનો કોન્સેપ્ટ પણ તેઓ જ લઈને આવ્યા હતા.

મિમોહે વધુમાં જણાવ્યું હતું કે, તે ફિલ્મો કરવા માટે તેના પિતાને પ્રેરણા પરિવારનું ભરણપોષણ કરવાની અને ઉટીમાં તેમના હોટેલના બિઝનેસને ટેકો આપવાની ઈચ્છાથી ઉદ્ભવી હતી. જ્યારે પણ ફિલ્મો તે વિસ્તારમાં શૂટ થતી હતી, ત્યારે કાસ્ટ અને ક્રૂ તેમની હોટેલમાં રોકાતા હતા. લોકપ્રિય માન્યતાથી વિપરિત મિથુની ફિલ્મોથી પ્રોડ્યૂસર્સે નફો કર્યો હતો. જાે ફિલ્મ ૭૦ લાખમાં બની હોય તો તે તેઓ ૧ કરોડની કમાણી કરતાં હતા. આજે પણ મિથુને કામ કરવાનું યથાવત્‌ રાખ્યું છે.

ટીવી શો ડાન્સ બાંગ્લા ડાન્સ હોય કે ડાન્સ ઈન્ડિયા ડાન્સ, તેઓ જે કંઈ કરી રહ્યા છે તે પરિવારની સુખાકારી માટે છે. મિમોહે તેવો પણ ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેના પિતાએ તેમના સંઘર્ષ વિશે જણાવ્યું તો તેઓ બધા ભાઈ-બહેન થોડા ડરી ગયા હતા. એકસમય એવો હતો જ્યારે તેમની પાસે ઊંઘવા માટે જગ્યા નહોતી, તેમનો રૂમમેટ પણ તેમને ત્યાંથી જવાની ફરજ પાડતો હતો. એકવાર તેમણે જિમ વાપરવાના બદલામાં બાથરૂમ પણ સાફ કરવું પડ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.