ડિવોર્સ બાદ પણ ચારુ અસોપાને પોતાની જવાબદારી માને છે રાજીવ
મુંબઈ, ચારુ અસોપા અને રાજીવ સેનના ચાર વર્ષના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકાયું છે. એક વર્ષ કરતાં વધારે સમયથી અલગ રહેતા આ પૂર્વ કપલના ડિવોર્સ ૮મી જૂને મંજૂર કરવામાં આવ્યા હતા. વાતચીત કરતાં ચારુએ કહ્યું હતું કે ‘હા, રાજીવ અને મારા હવે ઓફિશિયલી ડિવોર્સ થઈ ગયા છે.
અમે અમારી શ્રેષ્ઠ ક્ષમતા પ્રમાણે ઝિયાનાના કો-પેરેન્ટ બનવાનું યથાવત્ રાખીશું, અમારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે અને આગળ પણ જાળવી રાખીશું. અમુક સ્તર પર મિત્રતા રહે છે, મારું માનવું છે કે જ્યારે બે વ્યક્તિના સંબંધોમાં બાળક સામેલ હોય ત્યારે તે જરૂરી છે. હું અને રાજીવ હંમેશા એકબીજાની ભલાઈ ઈચ્છીશું.
રાજીવ સેને ઉમેર્યું હતું કે ‘જ્યારે મારી દીકરીની વાત આવે છે ત્યારે પ્રેમનો ક્યારેય અંત નહીં આવે. ચારુ અને મારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રહેશે અને ઝિયાના માટે અમે હંમેશા એકબીજાને સપોર્ટ આપતા રહીશું. અમારી દીકરી અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. પિતા તરીકે તેને મારો વધુમાં વધુ સમય આપવો તે વધારે મહત્વપૂર્ણ છે. ચારુ પણ તેના જીવનમાં સારું કામ કરતી રહે તેમ ઈચ્છું છું. મારો પ્રેમ અને બિનસ્વાર્થી સપોર્ટ હંમેશા તેની સાથે રહેશે.
આ સાથે હું તેવી પણ આશા રાખું છું કે, ચારુ અને હું ક્યારેક ફરીથી ભેગા થઈએ. જૂન ૨૦૧૯માં લગ્ન થયા તે બાદથી જ ચારુ અસોપા અને રાજીવ સેન વચ્ચે વિવાદ શરૂ થયો હતો. બંને વચ્ચેના સતત ઝઘડા બાદ તેમણે ગત વર્ષે ઓગસ્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યા હતા. જાે કે, ગણેશ ચતુર્થી પર તેમના લગ્નને બીજી તક આપવાનું નક્કી કર્યું હતું.
જાે કે, તેમના સંબંધોને બચાવવાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા અને તેમણે ફરી ડિવોર્સ ફાઈલ કર્યા હતા. તેમની દીકરી ઝિયાનાનો જન્મ નવેમ્બર ૨૦૨૧માં થયો હતો. તે બાદ પણ તેમની વચ્ચે કંઈ ઠીક થયું નહોતું અને એકબીજા સામે ગંભીર આરોપ લગાવવાનું યથાવત્ રાખ્યું હતું. જાે કે, આ વર્ષની શરૂઆત તેમણે દીકરી માટે અલગ પરંતુ સંપીને રહેવાનું નક્કી કર્યું હતું.
બંને હવે ઝિયાના ઉજ્જવળ ભવિષ્ય માટે શક્ય એટલા શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. ડિવોર્સ માટે જતી વખતે શેર કરેલા વ્લોગમાં તેણે કહ્યું હતું કે ‘હું કોર્ટ જવા નીકળી ગઈ છું. ઝિયાના ઘરે છે. થોડી એંગ્ઝાઈટી છે. મને ખબર છે કે હું બધું બરાબર કરી રહી છું. પરંતુ મને લાગે છે કે એંગ્ઝાઈટી બધાને થતી હશે’.
ડિવોર્સ બાદ તેણે એક નોટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું ‘અને ડિવોર્સ થઈ ગયા છે. રાજીવ હંમેશા ઝિયાનાનો પિતા રહે છે. તે જ્યારે પણ ઈચ્છે ત્યારે તેને મળી શકે છે’. જણાવી દઈએ કે, ચારુ ભલે રાજીવથી અલગ થઈ હોય પરંતુ તેના પરિવાર સાથે આજે પણ તેના સારા સંબંધો છે. રાજીવના માતા-પિતા હોય કે બહેન સુષ્મિતા સેન તે ઝિયાના સાથે બધાને મળવા જતી રહે છે.SS1MS