કચ્છમાં સંકટ વચ્ચે ૩૫ હજારથી વધુ લોકોનું સ્થળાંતર
માંડવી, કચ્છી માંડુની હામ, આપત્તિઓ સામે લડવાના જાેમના હંમેશાથી વખાણ થતાં રહ્યા છે. ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપ પછી કચ્છમાં જે ઔદ્યોગિક વિકાસ થયો છે તે પ્રશંસનીય છે. આ પછી પણ કેટલીયવાર કચ્છમાં નાના-મોટા ભૂકંપના આંચકા આવતા રહે છે.
પરંતુ દરેક વખતે આ જિલ્લો હિંમતથી વિપદાનો સામનો કરે છે. હવે ફરી એકવાર કચ્છ કુદરતના કોપનો ભોગ બનવા જઈ રહ્યું છે કારણકે સાયક્લોન બિપોરજાેય આજે સાંજે કચ્છમાં ટકરાવાનું છે અને તેની તીવ્રતા એટલી હશે કે વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડી શકે છે. જખૌ બંદર પર સાંજે ૪થી૮ વાગ્યાની વચ્ચે બિપોરજાેય વાવાઝોડું ટકરાશે તેવી સંભાવના છે. વાવાઝોડું ત્રાટકશે એ વખતે પવનની ગતિ ૧૨૫-૧૩૫ પ્રતિ કલાકથી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે.
ફક્ત કચ્છમાં જ નહીં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં પણ ભારે પવન ફૂંકાઈ શકે છે. વાવાઝોડાના કારણે કાચા મકાનો, વીજ થાંભલા અને મોબાઈલ ટાવર્સ પડી શકે છે ઉપરાંત રોડ-રસ્તાને પણ ગંભીર નુકસાન થઈ શકે છે, રેલવે ટ્રેક પર પાણી ફરી વળી શકે છે, ધૂળની ડમરીઓના લીધે વિઝિબિલિટી ઘટી શકે છે. ઉપરાંત ઊભા પાક, બગીચાઓ અને ફૂલ-છોડને નુકસાન થઈ શકે છે.
કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, જૂનાગઢ અને અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં વાવાઝોડના લીધે આટલું નુકસાન થઈ શકે છે તેમ હવામાન વિભાગે બહાર પાડેલા બુલેટિનમાં જણાવાયું છે. વાવાઝોડા દરમિયાન એકપણ વ્યક્તિનું મોત ના થાય તે માટે વિવિધ સરકારી એજન્સીઓ દિવસ-રાત કામ કરી રહી છે. બુધવાર સાંજ સુધીમાં ૭૪,૦૦૦થી વધુ લોકોને આશ્રયગૃહમાં ખસેડવામાં આવ્યા છે.
તેમાંથી ૩૫,૦૦૦ જેટલા લોકોને તો કચ્છના જ આશ્રયગૃહમાં મોકલવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકોને બસ એ જ ચિંતા છે કે, તેમની આજીવિકાને નુકસાન ના થાય.
નલિયામાં બનાવાયેલા આશ્રયગૃહમાં સ્થળાંતરિત કરાયેલા સુલતાન મિયાએ કહ્યું, “અમને સૌને બસ એક જ વાતનો ભય છે કે મહામહેનતે ઊભી કરેલી અમારી મકાન અને બોટ જેવી સંપત્તિને આ વાવાઝોડામાં નુકસાન ના થાય. રાજ્યના રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ માહિતી આપી કે, બુધવારે મોડી સાંજ સુધીમાં વધુ પાંચ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.SS1MS