Western Times News

Gujarati News

સોનાને હોલમાર્ક કરી આપવા કહી વેપારીએ ફેમિલી ડોકટરને છેતર્યા

અમદાવાદ, શહેરના જાણીતા ડોકટરનું ૧ કિલો સોનુ લઈ વેપારી દુબઈ ફરાર થઈ ગયો હતો. અત્યારે તેના ભાઈ સામે કાયદેસરની કાર્યવાહી થઈ હતી જે દરમિયાન તેણે આગોતરા જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જાેકે આ કેસમાં તેના ભાઈને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.

આ દરમિયાન આરોપીએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે જે ગૂનો મારા ભાઈએ કર્યો છે એની વિરૂદ્ધ મારી સામે કેમ કાર્યવાહી થઈ રહી છે. જાેકે આ કેસમાં તેને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. કોર્ટના જજે જણાવ્યું કે જે કોઈપણ તથ્યો અત્યારે સામે આવ્યા છે એ બંને આશ્ચર્યજનક છે.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ડોકટરે ફરિયાદ નોંધી હતી. જેમાં વેપારી તેની પાસેથી ૫૯.૫૦ લાખનું સોનુ પડાવી દુબઈ ફરાર થઈ ગયો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન વેપારીના ભાઈ સામે પણ કાર્યવાહી શરૂ થઈ હતી. જેના પગલે આરોપીના ભાઈએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.

આરોપીના ભાઈએ જણાવ્યું હતું કે જે ગુનો મે કર્યો જ નથી તથા મારા ભાઈ સાથે એક જ ઘરમાં રહેવાથી તેને કરેલા ગુનાની સજા મને કેવી રીતે મળી શકે? આ કેસમાં આરોપીના ભાઈને કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી નહોતી. કોર્ટે જણાવ્યું કે આ કેસના દરેક તથ્યો શંકાસ્પદ જણાઈ રહ્યા છે. બંને ભાઈઓ એક જ ઘરમાં રહે છે. આ દરમિયાન વેપારીએ ૫૯ લાખ રૂપિયાની કિંમતનું સોનું પણ ખરીદ્યું છે. તેવામાં એક ભાઈ સોનુ લઈ દુબઈ ફરાર થઈ જાય છે જ્યારે બીજાે અહીં જ છે.

વળી દુબઈ જે ફરાર થયો છે તે ભાઈની પત્ની બધાનો સંપર્ક સાધવા પણ પ્રયાસ કરે છે પરંતુ આ દરમિયાન એક જ ઘરમાં રહેતા તેના ભાઈનો સૌથી છેલ્લે સંપર્ક સાધે છે. આ તમામ તથ્યો શંકાસ્પદ છે તથા આ અરજી યોગ્ય ગણાઈ રહી નથી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ડોકટરે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જાણવા મળ્યું કે ડોકટર અત્યારે ડાયાબિટિસનું ક્લિનિક ચલાવતા હતા. જેમાં તેમના ક્લિનિક પર અવાર નવાર આરોપીનો પરિવાર વિઝિટ કરતો હતો.

બંને વચ્ચે ઘર જેવા સંબંધો પણ બંધાયા હતા. આ દરમિયાન ડોકટરે આ આરોપી વેપારી પાસેથી સોનું ખરીદવાની માગ કરી હતી. આરોપીએ તેમને કોન્ટેક્ટ સજેસ્ટ કર્યા જ્યાંથી તેમણે ૫૯.૫૦ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ખરીદ્યું હતું. ડોકટરે કુલ સોનાના ૧૦ બિસ્કિટ ખરીદ્યા હતા. જેમાં એકમાં પણ હોલમાર્કનો નિશાન નહોતો જેના કારણે વેપારીએ તેને આમાં હોલમાર્ક કરી આપવા જણાવ્યું હતું. જાેકે ત્યારપછી ડોકટરને જાણ થઈ કે તે સોનાના ૧૦ બિસ્કિટ લઈને ફરાર થઈ ગયો છે.

દુબઈમાં આરોપી ફરાર થઈ જતા તેની સામે ડોકટરે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી દીધી હતી. જેથી કરીને આરોપી અને તેની પત્ની તથા ભાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જાેકે આરોપીની પત્નીને કેન્સર હોવાથી તેણે નીચલી કોર્ટમાંથી જામીન મેળવી લીધા હતા પરંતુ તેના ભાઈને જામીન મળ્યા નહોતા. હાઈકોર્ટમાં પણ તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.