Western Times News

Gujarati News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નિવૃત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે તા.૧૪-૦૬-૨૦૨૩ ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થનાર કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો જેમાં યુનિવર્સિટીના જુદા જુદા વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા સાત કર્મચારીઓની વય મર્યાદાને કારણે નિવૃત થતા યુનિવર્સિટીના સેનેટ હોલમાં વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં નિવૃત થયેલ  અધ્યપાકશ્રી  તેમજ વહીવટી તેમજ તેઓના પરિવારજનો તેમજ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, નિવૃત થતા કર્મચારીઓએ તેમના જીવનનો સૌથી મોટો હિસ્સો યુનિવર્સિટીના ઘડતરમાં ફાળો આપ્યો છે

મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસના પ્રોફેસર એન્ડ હેડ ડૉ. વિપુલ જે. સોમાણી, ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉ. વિભૂતીકુમાર જી. જોષી, યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણના નિયામકશ્રી શ્રી પોલ ડેવિડ, કોમ્પયુટર સાયન્સના ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રીમતિ મીનાબેન કે. પટેલ, કોમ્પયુટર સાયન્સના સેવકશ્રી શ્રી કાંતિભાઈ કે. રાઠોડ, હેલ્થ સેન્ટરના વોર્ડબોય કમ પ્યુન શ્રી. રમેશભાઈ પરભુભાઈ પટેલ અને એચ.આર.ડી. વિભાગના સ્વર્ગસ્થ ઠાકોરભાઈ આર. સોલંકીનું દુખ:દ અવસાન થયેલ તેમની સેવાને પણ યાદ કરીને બિરદાવવામાં આવી હતી.

આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી કિશોરસિંહ એન. ચાવડા સાહેબ, માનનીય કુલસચિવશ્રી રમેશદાન સી. ગઢવી, સનેટ સભ્યશ્રીઓ. સિન્ડિકેટ સભ્યશ્રીઓ, ઉપસ્થિત રહી નિવૃત્તિ પામનાર કર્મચારીઓને પુષ્પગુચ્છ, સાલ અને યુનિવર્સિટીની યાદગીરીના ભાગરૂપે સ્મૃતિ ભેટ અર્પણ કરી તેઓના આટલા વર્ષની કારકિર્દીના કાર્યોને વધાવ્યા હતા.

આ પ્રસંગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. કિશોરસિંહ એન. ચાવડા સાહેબએ પોતાના પ્રસંગિક ઉદબોધન માં જણાવ્યું હતું કે આટલા વર્ષના યુનિવર્સિટીના કાર્યકાળમાં પહેલા આપના અનુભવોને કારણે યુનિવર્સિટી દ્વારા જે નવી શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી છે

તે અંતર્ગત યુનિવર્સિટીમાં આટલા વર્ષના આપના કાર્યકાળના અનુભવોનો સહયોગ મળી રહે અને આ યુનિવર્સિટી માંથી નિવૃત્ત થવું એ તો સરકારી નિયમ અનુસાર હોય પરંતુ આ યુનિવર્સિટી આપ સૌનું પરિવાર છે આ યુનિવર્સિટીમાં આપને હર હંમેશ સહયોગી બની રહેશે તેવું જણાવ્યું હતું.

સાથે સાથે આજના દિને નિવૃત્ત થનાર કર્મચારીઓ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા અનુભવોનું ભાથુ મંચસ્થ પરથી વ્યક્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના માનનીય કુલસચિવશ્રી ડૉ. રમેશદાન. સી. ગઢવી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરતા તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મારા કુલસચિવના કાર્યકાળ દરમિયાન ફરજના ભાગરૂપે હોય યુનિવર્સિટી આપના કાર્યકાળને બિરદાવે છે. અને યુનિવર્સિટી એ આપણું પરિવાર છે. યુનિવર્સિટી આપશ્રીના કાર્યને બિરદાવે છે.

કાર્યક્રમના અંતિમ ચરણમાં આભાર વિધિ પરીક્ષા વિભાગ નિયામક શ્રી એ.વી. ધડુકએ  કાર્યક્રમમાં ઉપસ્થિત કુલપતિશ્રી, કુલસચિવશ્રી, સેનેટશ્રીઓ, વિવિધ વિભાગના વહીવટી અધિકારીશ્રીઓ, વડાશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, તથા નિવૃત્ત થનાર  કર્મચારીઓ, તેઓના પરિવાર શ્રી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું આ પ્રસંગે હાજર રહેવા આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.