કંડલા-મુંદ્રા પોર્ટ પર હજારો ટ્રકોના પૈંડા થંભી ગયા- પોર્ટનું કામકાજ બંધ
ભૂજ, વાવાઝોડુ બીપોરજાેય કચ્છના દરિયાઈ ક્ષેત્રમાં લેન્ડફોલ થશે તેવા સંકેત મળ્યા બાદ ગઈકાલથી જ અહીના કંડલા તથા મુદ્રા સહિતના પોર્ટ પર કામગીરી થંભાવી દેવામાં આવી હતી તથા બંદર પર લાંગરેલા તમામ જહાજાે તથા તેના હજારો કર્મચારીઓને પણ સલામત કરી દેવામાં આવ્યા છે Wheels of thousands of trucks stalled at Kandla-Mundra port – port operations stopped
તો એક વખત વાવાઝોડુ પસાર થઈ ગયા બાદ તેની આફટર-ઈફેકટ એટલે કે તેનાથી કેટલી નુકશાની થઈ છે તેના આકલન બાદ જ બંદરો પરની કામગીરી ફરી શરૂ થશે જેના કારણે દેશભરમાંથી આયાત-નિકાસ માટેની કામગીરીમાં જાેડાયેલ વિશાળકાય કન્ટેનરો સહિત ૧૦૦ જેટલા ટ્રકો હાલ કંડલા અને તેના આસપાસના વિસ્તારોમાં પાર્/ક કરી દેવામાં આવ્યા છે.
આ ઉપરાંત અહી ગુડસ સહિતની ટ્રેનોની આવાગમન પણ બંધ થઈ ગયું છે હવે એક વખત બંદર પુનઃ ધમધમતા થયા બાદ જ આ હજારો ટ્રકો ફરી માર્ગ પર દોડતા થશે.
અખિલ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.ના જણાવ્યા મુજબ ફકત કંડલા પોર્ટની આસપાસ જ ૮૦૦૦થી વધુ ટ્રકો થંભાવી દેવામાં આવ્યા છે જેમાં ૪૦ટકા થી વધુ ટ્રકો અને કધટેનર્સમાં નિકાલ માટેનો માલસામાન ભરાયો છે. જયારે બાકીના આયાત થયેલા માલને દેશમાં પહોંચાડવા માટે અહી પહોંચ્યા હતા.
હવે તેના ડ્રાઈવર કલીનર્સ સહિતના સ્ટાફ માટે અહી સ્થાનિક સ્તરે જે સલામત ઉતારા ભોજન વિ.ની વ્યવસ્થા સ્થાનિક એજન્ટો તથા એસો.ની મદદથી કરવામાં અવાી છે અને છેક સામખીયાળી સુધી ટ્રકોનો કાફલો પથરાયેલો છે તેવુ એસો.ના પ્રમુખ મુકેશ દવેએ જણાવ્યું હતું તો મુદ્રા પોર્ટની આસપાસ ૩૦૦૦થી વધુ ટ્રકો થંભી ગયા છે કંડલા અને મુદ્રા બંદર સોમવારથી જ બંધ કરાયા છે અને તે એક વખત વાવાઝોડું પસાર થયા બાદ જ પરિસ્થિતિ મુજબ ફરી ઓપરેશન શરૂ થશે.