Western Times News

Gujarati News

નાસકોમ સીઓઈ જેકે લક્ષ્મી સિમેન્ટ લિ.ને ટેકનોલોજી રોડમેપ માટે અને સ્ટાર્ટઅપ ઈનોવેશન્સ માટે ડિજિટલ એડપ્શનમાં સહયોગ આપશે

  • કો-ક્રિએટ પાર્ટનરશીપ પ્રોગ્રામ દ્વારા પોતાના પ્લાન્ટ્સને સ્માર્ટ ફેક્ટરીઝમાં પરિવર્તિત કરવા માટે નાસકોમ સેન્ટર ઓફ એક્સલન્સે જેકે લક્ષ્મી સિમેન્ટ લિ. સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા

Gandhinagar,  ઈલેક્ટ્રોનીક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) અને ગુજરાત સરકારના જોઈન્ટ ઇનિશિએટિવ, નાસકોમ સેન્ટર ઓફ એક્સલન્સ (સીઓઈ) આઇઓટી એન્ડ એઆઈ ગાંધીનગર એ જેકે લક્ષ્મી સિમેન્ટ લિ. (જેકેએલસીએલ) સાથે એક કોલોબરેટિવ લેબ વિશિષ્ટ કો-ક્રિએટ પાર્ટનરશીપ પ્રોગ્રામ દ્વારા ઈનોવેશન માટે પાર્ટનરશીપ કરી છે જેનાથી તેઓ તેમના પ્લાન્ટ્સને સ્માર્ટ ફેક્ટરીઝમાં રૂપાંતરિત કરી શકશે.

જેકે લક્ષ્મી સિમેન્ટ લિ.ના સિનિયર વાઈસ પ્રેસિડન્ટ (વર્ક્સ) નવીન કુમાર શર્માએ કહ્યું હતું, ‘ભવિષ્યમાં બિઝનેસની સાતત્યતા વિવિધ કુદરતી સંસાધનોના સાતત્યપૂર્ણ ઉપયોગ પર નિર્ભર રહેશે અને એના માટે મેન્યુફેક્ચરીંગ પ્રક્રિયામાં એમએલ, એએલ, આઈઓટી વગેરેનો ઉપયોગ મહત્વનો બનશે. અમારો નાસકોમ સીઓઈ સાથેનો સહયોગ સાતત્યતાને વેગ આપવા વિવિધ ટેકનોલોજી આધારિત સોલ્યુશન્સના કો-ક્રિએશનમાં મોટી મદદ કરશે.’

નાસકોમના ઈન્ડિયા સ્ટાર્ટઅપ રિપોર્ટ 2019માં જણાવાયું છે કે 2018થી ડિપ-ટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં 33%નો વધારો થયો છે. વધુમાં, કોર્પોરેટ ઈનોવેશન પ્રોગ્રામ પણ કો-ઈનોવેશન પર મજબૂત લક્ષ સાથે વધારાનો સાક્ષી બન્યો છે. નાસકોમ સીઓઈ સ્ટાર્ટઅપ્સ ગ્રોથને વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનીકલ મેન્ટરીંગ આપીને તેમને ઈન્ડસ્ટ્રીના પડકારો ઉકેલવા માટે ભવિષ્ય માટે તૈયાર કરવા પ્રતિબદ્ધ છે.

આ કો-ક્રિએટ પાર્ટનરશીપ પ્રોગ્રામ અંતર્ગત, નાસકોમ સીઓઈ, ગાંધીનગર જેકે લક્ષ્મી સિમેન્ટ લિ.ને ડિજિટાઈઝેશનના વિસ્તારોની ઓળખ દ્વારા ટેકનોલોજી રોડમેપ બનાવવા માટે, સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને એકેડેમિયાને એઆઈ, આઈઓટી, રોબોટીક્સ, એઆર/વીઆર જેવી એડવાન્સ્ડ ટેકનોલોજીના ઉપયોગથી સોલ્યુશન્સ વિકસિત કરીને તેમને જોડવામાં સહયોગ આપશે.

આ પ્રોગ્રામના ભાગરૂપે નાસકોમ સીઓઈ દ્વારા જેકે લક્ષ્મી સિમેન્ટ લિ.ની ગાંધીનગર સેન્ટર ખાતેની ટીમ માટે ડિઝાઈન થિંકિંગ વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપનો હેતુ મેન્યુફેક્ચરીંગ યુનિટ્સ અને સર્વિસિઝ એમ બંનેમાં જેકે લક્ષ્મી સિમેન્ટ લિ. દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને ઓળખવા એક સુનિયોજિત વલણ માટે અને ટેકનોલોજી ક્યાં મદદ કરી શકે એવા વિસ્તારો પર લક્ષ આપવાને પ્રાથમિકતા આપવાનો હતો. જેકે લક્ષ્મી સિમેન્ટના ગુજરાત અને રાજસ્થાન ખાતેના પ્લાન્ટ્સના વિભાગોમાંથી 32થી વધુ સિનિયર પ્રોફેશનલ્સ દિવસભરના આ વર્કશોપમાં સામેલ થયા હતા.

ભારતમાં કો-ક્રિએશનને વેગ મળવાની સાથે મેન્યુફેક્ચરીંગ ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી સાહસો આંતરિક ઓપરેશન્સ અને ગ્રાહકો સાથે જોડાણ વધે એ માટે તેમના બિઝનેસીસને ખાસ અનુલક્ષીને સોલ્યુશન્સ વિકસિત કરવા માટે સ્ટ્રેટેજિક ઈનોવેશન પાર્ટનર્સ ઈચ્છે છે. નાસકોમ સીઓઈએ જેકે લક્ષ્મી સિમેન્ટ લિ. સાથેના કરારો પર હસ્તાક્ષર કરાયા તે ઈન્ડસ્ટ્રી પાર્ટનરશીપનું મોટું ઉદાહરણ છે કે જે એકેડેમિયા સાથે મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ અને કોલોબરેશન સર્જવામાં પણ મદદ કરશે.

નાસકોમ સેન્ટર ઓફ એક્સલન્સ આઈઓટી એન્ડ એઆઈ, ગાંધીનગરના વડા અને ડિરેક્ટર અમિત સલુજાએ કહ્યું હતું, ‘ડિઝાઈન થિંકિંગ એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્ટ્રેટેજી નિર્માણ કરવા માટેનો સ્પષ્ટપણે સૌથી ઉત્તમ માર્ગ છે. કેટલીક સંસ્થાઓ અને ખાસ કરીને મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ડિજિટલ ટેકનોલોજીસ સ્વીકારવા માગે છે પણ તેઓ ક્યાં અને કઈ રીતે શરૂઆત કરવી તેના વિશે મૂંઝવણ અનુભવે છે. હું આવી તમામ સંસ્થાઓને ડિઝાઈન થિંકિંગનો ઉપયોગ પ્રાયોરિટી એરિયાને ઓળખવાના વલણ તરીકે તેના અમલ અગાઉ ઉપયોગ કરવા ભલામણ કરૂં છું. અમે ગુજરાત અને અન્ય પ્રદેશોમાં એવા સાહસો સાથે કામ કરવામાં ખુશ છીએ જેમને ડિજિટલ અપનાવવામાં મદદની જરૂર હોય છે અને તે પ્રાપ્ત કરવા માટે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો લાભ મેળવવા માટે ઉત્સુક છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.