રથયાત્રા પહેલા થશે વિઘ્નહર્તા ગણેશજીરુપી ગજરાજની પૂજા
અમદાવાદ, હિંદુ સંસ્કૃતિ મુજબ કોઈપણ કાર્ય પહેલા વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરાય છે. આ જ પરંપરાને આગળ વધારતા અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગણેશજીરૂપી ગજરાજની પૂજા થશે. રથયાત્રા દરમિયાન ૧૪ હાથી ભગવાનની પાલખીની આગેવાની કરશે ત્યારે આ તમામ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયુ હતુ. Rathyatra 2023 Ahmedabad
પશુપાલન વિભાગ,વન વિભાગ અને ઝુ ઓથોરિટીના ડોક્ટરોએ ગજરાજનું મેડિકલ ચેકઅપ કર્યુ હતુ. હાથીઓ માનસીક સંતુલન ગુમાવે નહીં તે માટે તેમની જરૂરી શારિરીક તપાસ કરાઈ હતી. તપાસમાં ફિઝિકલ અને મેન્ટલી બને તપાસ કરવામાં આવે છે.
દર વર્ષે રથયાત્રામાં જાેડાય છે. સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જાેડાય છે. અને રથયાત્રામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં ૧૫-૧૬ હાથી જાેડાતા હોય છે જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે.
હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જાેડાય છે તેમાં એક હાથી જાેડે ૩-૪લોકો રહે છે. જેમાં એક મહાવત અને ૩ સાથીદારો હોય છે.
અમદાવાદમાં ૧૯૯૨માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જાેવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જાેવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જાે પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.SS1MS