Western Times News

Gujarati News

રાજયની ગ્રાન્ટેડ શાળાઓના કર્મીઓને લાંબા વિલંબ બાદ એરીયર્સ મળશે

પ્રતિકાત્મક

(એજન્સી)ગાંધીનગર, રાજયની ગ્રાન્ટેડ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાના શિક્ષક સહીતના ૬૦ હજાર કર્મચારીઓને સાતમા પગારપંચના તફાવતનો ચોથો હપ્તો લાંબા સમયના વિલંબ બાદ ચુકવવાનો સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને સાતમા પગાર પંચના તફાવતની રકમ પાંચ વર્ષમાં પાંચ સરખા હપ્તાહમાં ચુકવવા માટે ઠરાવ થયો હતો. જેમાં અત્યાર સુધી ત્રણ હપ્તા ચુકવાયા છે. અને હવે ચોથો હપ્તો ચુકવાશે. જજેથી હજુ પણ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષક સહીતના કર્મચારીઓનો પાંચમો હપ્તો બાકી રહશે.

રાજયની ગ્રાન્ટેડ માધ્યમીક અને ઉચ્ચતર માધ્યયમીકી શાળાઓના શૈક્ષણીક અને બિન શૈક્ષણીક કર્મચારીઓને સાતમા કેન્દ્રીય પગારપંચની ભલામણો પ્રમાણે સુધારેલા પગાર ધોરણનો લાભ આપવા માટે ર૦૧૭માં ઠરાવ બહાર પડાયો હતો. આ ઠરાવની શરત અનુસાર પગાર તફાવતની રકમ પાંચ સરખા ર્વાષિક હપ્તાહમાં ચુકવવાના છે. નિર્ણય લેવાયો હતો. જે અનુસાર ત્રણ હપ્તાની ચુકવણી કરી દેવામાં આવી છે. જયારે ચોથો અને પાંચમો હપ્તો ચુકવવાનો બાકી છે.

રાજયની ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓને ૧ જાન્યુઆરી ર૦૧૬થી ૩૧ જુલાઈ ર૦૧૭ના રોજ સમયગાળામાં પગાર તફાવતની રકમના પાંચ સરખા ર્વાષિક હપ્તા પૈકી ચોથા હપ્તાની ચુકવણી કરવાની વિભાગ દ્વારા મંજુરી અપાઈ છે. આ અંગે ઉચ્ચતર માધ્યમીક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ પંકજ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા ૧પ ૧૧ ર૦૧૮ના રોજ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તથા કર્મચારીઓને પાંચ વર્ષના હપ્તાહમાં સાતમા પગાર પંચનો તફાવત ચુકવવા માટેનો ઠરાવ કરાયો હતો.

પરંતુ સરકાર દ્વારા પોતે જ કરેલા ઠરાવનો અમલ કરાયો નથી. નવેમ્બર ર૦રર સુધીમાં તમામ હપ્તો પુર્ણ કરવાના હતા. તેના બદલે હાલ છ માસ પછી ચોથો હપ્તો આપવાની જાહેરાત કરવામાં આવી છે. હજુ પાંચમો હપ્તાની સરકાર દ્વારા કોઈ જાહેરાત કરાઈ નથી.

રાજયના ૧૦ હજાર કરતા વધુ શિક્ષકો કલાર્ક અને આચાર્ય નિવૃત્ત પામ્યા છે. તેમની સ્થિતી કફોડી છે. તેમના બેક ખાતા પણ બંધ થઈ ગયા છે. તેમના સ્વજનોને આ હપ્તા કેવી રીતે લેવા તેની કોઈ પ્રક્રિયાની ખબર નથી, માટે નિવૃત્ત શિક્ષકો કર્મચારીઓને પાંચમો હપ્તો પણ તાકીદે સરકારે આપવો જાેઈએ. ઉપરાંત નિવૃત્ત થયેલા શિક્ષકો પૈકી ૪૦૦ જેટલા શિક્ષકો તો મૃત્યુ પામ્યા છે. તેમને પણ પાંચમાં હપ્તાની સાથે જ ચુકવણી કરવી જાેઈએ તેવી તેમણે માંગણી કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.