ગોધરાની એક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના ધોળાકુવા ઉપવન સોસાયટી ખાતે રહેતા પરિવારના સભ્યો પોતાના સાસુ-સસાની ખબર પૂછવા માટે પોતાના વતન પોતાનું મકાન બંધ કરીને ગયા હતા. ત્યારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનનો લાભ ઉઠાવી દરવાજાનો લોકના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજાેરીના ચોર ખાનામાંથી સોના ચાંદીના દાગીના સહિત ૬૭,૦૦૦ નો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.
જેથી બીજા દિવસે પોતાના સાસુ-સસરાને મળીને પરત ઘર આવેલા પરિવારે પોતાના ઘરમાં વેર વિખેર સામાન જાેતા તાત્કાલિક ગોધરા સ્થાનિક એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ સમગ્ર બનાવને લઈને સોસાયટીમાં મૂકવામાં આવેલા મેન ગેટ ઉપરના સીસીટીવી કેમેરામાં બે શંકાસ્પદ ઈસમો કેમેરામાં કેદ થઈ ગયેલા જાેવા મળ્યા હતા.
ગોધરા શહેરના ધોળાકુવા અનંત ઉપવન સોસાયટીમાં રહેતા જશોદાબેન મનોજકુમાર પરમારે પોલીસ ફરિયાદમાં જણાવેલ કે ગત ૧૮/૦૬/૨૩ ના રોજ પોતાના સાસુ સસરાની ખબર જાેવા માટે તેઓ અને તેમના પતિ અને બાળકો સાથે સાંજના સુમારે પોતાના ઘરના દરવાજા બંધ કરીને તાળું મારીને પોતાના વતન ગલપુર ગામે ગયા હતા,
પોતાના વતનથી પરત ઘરે બીજા દિવસે આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજાના તાળા તૂટેલા હતા ઘરમાં સામાન વેર વિખેર હતો અને તિજાેરીમાંથી સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા. જેથી સોસાયટીના કેમેરા ચેક કર્યા પરંતુ ટેકનિકલ પ્રોબ્લેમ ના લીધે કેમેરામાં કશું જાેઈ શકાયું નહોતું,
બાદમાં ઓપરેટરને આવીને રીપેર કરતાં સોસાયટીના કેમેરા ચેક કરાવતા રાત્રિના ૨ઃ ૨૭ થી ૨ઃ૫૯ વાગ્યાની આસપાસ બે ચોર ઈસમો સોસાયટીના શંકાસ્પદ સ્થિતિમાં લાપતા છુપાતા ફરતા જાેવા મળ્યા હતા.