Western Times News

Gujarati News

પાંચ ટકા લેખે વ્યાજ ચૂકવ્યું છતાં બે લાખની માંગણી કરનારા બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા માં વધુ બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાતા વ્યાજખોરોમા ભારે ફફડાટ ફેલાયો છે તગડા વ્યાજે રૂપિયા નું ધિરાણ કરી ગેરકાયદે રીતે વ્યાજની વસુલાત કરતા આ મામલે શહેર એ ડીવીઝન પોલીસ મથકે બે વ્યાજખોરો સામે ગુનો નોંધાયો છે.

ગોધરા શહેરના કનેલાવ રોડ મણીબાનગર આવરણ સોસાયટીમાં રહેતા સ્વપ્નિલ જયેશકુમાર શાહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવેલ કે સન ૨૦૨૧માં કોરોના કાળને લઈને આર્થિક મંદી હોવાથી મારી નોકરી છૂટી જવાથી મારે સંતરામપુર ખાતે ટ્રેક્ટરનો શોરૂમ ચાલુ કરવા માટે મૂડીની જરૂર હતી

જેથી મારા પરિચિત કમલભાઈ શ્રીમાળી રહે પાંજરાપોળ એસબીઆઇ બેન્ક ની બાજુમાં ગોધરાના સંપર્ક કર્યો જેને મને કહેલ કે ગોધરાના આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી રહે.રાજેશ્વરી મોબાઈલ ની દુકાન ઉપર ધાનકાવાડ નાં વ્યાજે પૈસા આપે છે તેવી ભલામણ કરી હતી માટે મારે શોરૂમ ખોલવા માટે પૈસાની જરૂર ખૂબ જ હતી,

માટે મેં કમલભાઈ શ્રીમાળી એ આત્મ પ્રકાશભાઈ સાથે તેમની દુકાન ઉપર મીટીંગ કરાવી મને ૫% માસીક વ્યાજે પેટે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.અને નોટરી કરાવી હતી જેમાં વ્યાજ નાણા લીધા છે તેઓ ઉલ્લેખ કર્યો ન હતો,અને નોટરી માં અવેજ પેટે આઈસીઆઈસી બેંકના કોરા ચેક અને ગીરો પેટે મારી હુન્ડાઈ કાર નોટરી લખી આપી હતી,

માટે મેં ધીરે ધીરે ૫,૦૦,૦૦૦ પૈકી ૩,૫૦૦૦૦ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા જ્યારે ૧,૫૦,૦૦૦ બાકી હતા માટે આત્મપ્રકાશ શ્રીચંદ્ર બસવાણી તથા કમલભાઈ શ્રીમાળીએ અવાર નવાર મારા ઘરે આવી ગાળાગાળી કરી મારી સાથે બોલચાલ અને ઝઘડો કરી વ્યાજ સહિત નાણાં તાત્કાલિક આપવા માટે બળજબરી કરતાં હતા.

મારી પાસે નાણાની વ્યવસ્થા ન હોય જ્યારે મુદ્દત માંગતા મને મુદત આપી નહિ ત્યારે તેઓએ કહ્યું કે દાગીના હોય તો દાગીના આપી દે અને રોજેરોજ સોસાયટીમાં આવીને ગાળા ગાળી કરતા હતા જેથી શરમના મારે મે મારા પિતાએ આપેલા દોઢ તોલા ની સોનાની ચેન જેની કિંમત ૫૦,૦૦૦ અને વાઘના નખ આકારનું સોનાનું પેન્ડલ જેની કિંમત ૧૫,૦૦૦ નું

મારી પાસેથી લઈ ગયા હતા, અને કહેતા હતા કે જ્યારે ?૧,૫૦,૦૦૦ આપીશ ત્યારે તારા દાગીના લઈ જજે જેથી મેં ઉછીના ?૧,૫૦,૦૦૦ મારા જીજાજી પાસેથી લઈને મેં આત્મ પ્રકાશ શ્રીચંદ બસવાણી ને વ્યાજ સહિત ૧,૫૦,૦૦૦ આપી દીધા છતાં જ્યારે

મેં મારા દાગીના અને ગાડી તથા કોરા ચેક માગ્યા તો તેને નહીં આપીને વધુ બે લાખની માંગણી કરી હતી,માટે સ્વપ્નિલ જયેશકુમાર શાહે બંને વ્યાજખોર સામે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.