જંબુસરની સેફ એનવાયરો કંપનીમાં GPCBની ટીમ આવતાં ખળભળાટ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત સેફ એન્વાયરો કંપની આવેલ છે.જ્યાં ઔદ્યોગિક કચરાનો નિકાલ થાય છે.આ કંપની સતત વિવાદોના વમળમાં ફસાય છે.
હાલ થોડા દિવસો પૂર્વે જ કંપની દ્વારા ગૌચર જમીનમાં દબાણ,નેહરો તોડવાના આક્ષેપો,વરસાદી કાસને ડાઈવર્ઝન આપવા, પ્રદુષણને લઈને ધરતી પુત્રોના નુકસાન સહિતના મુદ્દાઓને લઈ ગ્રામજનોએ કંપનીમાં અવાજ જવાનો રસ્તો બંધ કરી દેતા જંબુસર પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓએ સ્થળ મુલાકાત કરી હતી
અને ગ્રામજનો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રજૂઆતો પણ કરી હતી.જેના પગલે જીપીસીબીના અધિકારી માર્ગીબેન પટેલ સેફ એન્વાયરો કંપનીની મુલાકાતે આવતા કંપની સંચાલકોમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.
કંપનીમાં જીપીસીબી અધિકારી આવતા ગ્રામજનો સાથે સ્થળ નિરીક્ષણ કર્યું અને કંપનીની બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ જીપીસીબી અધિકારીએ જણાવ્યું હતું.