મહેસાણા જિલ્લામાં “વસુધૈવ કુટુમ્બકમ” ‘એક પૃથ્વી એક સ્વાસ્થ્ય’ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરાઇ
યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
મહેસાણા જિલ્લામાં છ લાખ જેટલા યોગ અભ્યાસુઓ જોડાયા-આઇકોનીક સ્થળ શર્મિષ્ઠા તળાવ,સાર્વજનિક સ્કુલ સહિત ગ્રામ્ય અને શહેરી સ્તરેના વિવિધ સ્થળો યોગમય બન્યા
યોગ એ સંસ્કૃત શબ્દ છે.પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ.દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં તા. ૨૧મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષ તા. ૨૧મી જૂન, ૨૦૨૨ના રોજ નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે આયોજીત યોગ દિવસની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની વૈદિક સંસ્કૃતિ છે. ઋષિ-મુનિઓએ શોધેલો યોગ ભારતે વિશ્વને આપેલી વિરાસત છે. પ્રાચીન સમયમાં યોગના કારણે લોકોના મન-શરીર-આત્મા તંદુરસ્ત રહેતા હતા.
ઋષિ-મુનિઓની સાધના પદ્ધતિના લીધે અનેક લાભ કરાવતા આ યોગની આપણને વિરાસત મળી, પરંતુ યોગને સમગ્ર વિશ્વમાં પ્રસારિત કરવાનું કામ એનો બહોળો પ્રચાર કરવાનું કામ અને તેની આંતરાષ્ટ્રીય માન્યતા અપાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, “યોગનું આચરણ આરોગ્ય, સંતુલન અને સહકાર માટે અદ્ભુત પ્રેરણા આપે છે.યોગ માત્ર આપણા જીવનનો એક હિસ્સો નથી, આજે, તે જીવન જીવવાની રીત બની જાય તેવી પ્રેરણા યોગ દિવસે સૌને લેવા અપીલ કરી હતી
આરોગ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે આજે સમગ્ર વિશ્વ વસુધૈવ કુટુમ્બકમ” ની ભાવનાથી યોગ દિવસની ઉજવણી કરાઇ રહી છે જેના મૂળમાં ભારતે સમગ્ર દુનિયાને આપેલ ભવ્ય વારસો છે, જેની જાળવણી અને જતન કરવાનું કામ થયું છે. ગુજરાતે યોગ બોર્ડની સ્થાપના કરી તંદુરસ્ત અને સશક્ત ભારતના નિર્માણ માટેની પહેલ કરી છે,
આરોગ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દુનિયાની દોટ ભારત ભણી છે ત્યારે આ દોટ વઘુ પ્રબળ બને તે દિશામાં કામ થઇ રહ્યું છે,ભારતના યુવાનો દુનિયા સામે આંખથી આંખ મિલાવી આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે.
આ પ્રસંગે સુરત ખાતેના મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાદાયી ઉદ્બબોધનું વિડીયો પ્રસારણ તેમજ ઉપરાષ્ટ્રપતિશ્રીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું
મહેસાણા પોલીસ હેડ ક્વાટર્સ સાથે જોડાયેલા યોગા અભ્યુસાઓને યોગ શિક્ષક દ્વારા કોમન યોગા પ્રોટોકોલનો અભ્યાસ કરાયો હતો.
આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ,રાજ્યસભા સાંસદ જુગલજી લોખંડવાલા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદ પરમાર,ધારાસભ્ય સર્વેશ્રી કરશનભાઇ સોલંકી, મુકેશભાઇ પટેલ,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ, યોગ અભ્યાસુઓ,વિધાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા