યોગામાં ૧૩ વર્ષની બાળકીએ ૬ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યાં
અમદાવાદ, ૧૩ વર્ષની નિધિ જ્યારે યોગ કરે છે, તો જાેનારા લોકોની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી. નિધિને યોગની ક્રિયાઓ કરતા જાેઈ મનમાં એ સવાલ ચોક્કસથી આવે છે કે, આ છોકરી છે કે, ઈલાસ્ટિકની કોઈ વસ્તું છે. નિધિએ પોતાના શરીરથી એવી ક્રિયાઓ કરે છે, જાણે કોઈ રબ્બરની ઢીંગલી હોય. A 13-year-old girl Nidhi Dogra set 6 world records in yoga
હકીકતમાં જાેઈએ તો, બુધવારે એટલે કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આ ખાસ દિવસ પર અમે આપને હિમાચલ પ્રદેશના હમીરપુરની નિધિ ડોગરા સાથે મુલાકાત કરાવીશું. નિધિએ યોગમાં ૬ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. હમીરપુરના સુઝાનપુરની ચૈરી ખિયૂંદ ગામની નિધિ ડોગરાએ વર્લ્ડ બુક ઓફ યોગા રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. નિધિ ડોગરાએ ફક્ત ૧૩ વર્ષની ઉંમરમાં પોતાના યોગના દમ પર આંતરરાષ્ટ્રીય ઓળખાણ બનાવી છે.
નિધિ હમીરપુરમાં સ્કૂલમાં નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને તેને હિમાચલની રબર ડોલ પણ કહેવાય છે. નિધિ ડોગરાને બાળપણથી જ યોગનો શોખ રહ્યું છે. પિતા શશિ કુમાર સરકારી સ્કૂલમાં ડીપી છે અને તે દીકરીને યોગ શિખવાડે છે. નિધિને હિમાચલમાં યોગાની એમ્બેસડર પણ બનાવી છે.
નિધિ યોગા વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસડર છે. સાથે જ રાષ્ટ્રીય સ્તર પર બોર્ન ટૂ શાઈન સ્કોલરશિપ ૨૦૨૨ની વિજેતા પણ રહી ચુકી છે. નિધિ જ્યારે ૮ વર્ષની હતી, ત્યારથી તેના પિતા તેને યોગ ક્રિયાઓ શિખવાડી છે.
નિધિ યોગસનોમાં ૬ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તેમાં પ્રણવ આસાન (૪૭ મીનિટ), કટિ ઉઠિષ્ટ આસન (૫૦ મીનિટ), હૈંડ સ્ટેન્ડની ઉપર ૧ મીનિટ ૩૭ આસાન, ૩ મીનિટ ૨૪ સેકન્ડમાં ૧૧૮ વિવિધ પ્રકારના આસન, ચક્રાસન (૨૭ મીનિટ), હૈંડ સ્ટેન્ડ પર પગની સાથે ૩ તીર ૪૭ સેકન્ડમાં ટાર્ગેટ પર લગાવ્યા.
અત્યાર સુધીમાં ૮ વાર રાષ્ટ્રીય સ્તર પર હિમાચલનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે. નિધિ ડોગરાએ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦ને અખિલ ભારતીય યોગ મહાસંઘ એબીબાઈએમ તરફથી આયોજીત ઓનલાઈન વર્લ્ડ રેકોર્ડ પ્રતિયોગિતામાં ભાગ લીધો. તેમાં નિધિ ડોગરાએ એક મીનિટમાં હૈંડ સ્ટેન્ડમાં ૩૫ વિવિધ આસન કર્યા હતા. નિધિની યોગ કરતી તસવીરો જાેઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. તે પોતાના હાથ અને પગને એવી રીતે વાળે છે, જાણે તે પ્લાસ્ટિકથી બની હોય.SS1MS