UN હેડક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણીઃ ૧૩૫ દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો
યોગ ભારતની સંસ્કૃતિ અને કોપીરાઈટ મુક્ત છેઃ મોદી
ન્યૂયોર્ક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસનાં અમેરિકાનાં પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે તા.૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ ભારતવાસીઓને સંદેશો પાઠવ્યો હતો અને અમેરિકામાં વહેલી સવારે યુએન હેડ ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા.
સૌ પ્રથમવાર યુએનમાં યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની જુની સંસ્કૃતિ છે અને તે કોપીરાઈટ મુક્ત છે. યુએન હેડક્વાર્ટરમાં યોજાયેલા યોગ દિવસ નિમિત્તેના ખાસ કાર્યક્રમમાં ૧૩૫ દેશોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
A landmark day for India. The world witnessed the power of India’s culture as PM @narendramodi Ji practised Yoga at the UN HQs on #InternationalDayofYoga today.
Modi Ji not just promoted Yoga on a global platform but reclaimed India’s glory by gifting a new worldview of unity. pic.twitter.com/kGGLG5rIvg
— Amit Shah (@AmitShah) June 21, 2023
અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે બુધવારે યોગ દિવસના કાર્યક્રમનું નેતૃત્વ કરવા માટે યુએન હેડક્વાર્ટર પહોંચી ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ કાર્યક્રમમાં કહ્યું – યોગનો અર્થ છે- યુનાઈટેડ. મને યાદ છે કે મેં અહીં ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સમગ્ર વિશ્વ ભારતની સાથે એકસાથે આવ્યું. યોગ ભારતમાંથી આવ્યો. તે ભારતની જૂની સંસ્કૃતિ અને કોપીરાઈટથી મુક્ત છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે સમગ્ર વિશ્વ ભારતની સાથે એકસાથે આવ્યું. પીએમ મોદીએ કહ્યું કે યોગ એ ભારતની જૂની સંસ્કૃતિ છે અને તેના પર કોઈ કોપીરાઈટ નથી. આ કાર્યક્રમ યુએનના નોર્થ લૉન પરના ગાર્ડનમાં થઈ રહ્યો છે. તેમાં ન્યૂયોર્કના મેયર એરિક એડમ, શેફ વિકાસ ખન્ના, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સાબા કોરોસી સહિત ૧૩૫ દેશોના લોકોએ ભાગ લીધો હતો.
મોદીએ કહ્યું- યોગ ઘરે કે બહાર ગમે ત્યાં કરી શકાય છે. તે ફ્લેક્સિબલ છે. આ બધી સંસ્કૃતિઓ માટે છે. યોગ જીવન જીવવાની એક રીત છે. વડાપ્રધાને કહ્યું કે યોગ પોતાની સાથે અને વિશ્વ સાથે શાંતિથી રહેવાની રીત શીખવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાજકીય પ્રવાસે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કાર્યક્રમમાં ભાગે લીધો હતો. ત્યાર બાદ બુધવાર સાંજે રાષ્ટ્રપતિ જાે બાઈડેન સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અમેરિકામાં છે. આ ૯ વર્ષમાં તેમનો પ્રથમ રાજકીય પ્રવાસ છે.
ભારતના હિસાબથી કેટલાય મામલોમાં આ પ્રવાસ ખૂબ જ મહત્વનો સાબિત થશે. આ દરમ્યાન મહત્વની રક્ષા ડીલ પણ થવાની છે. પીએમ મોદી જેવા ન્યૂયોર્કમાં ઉતર્યા કે લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા. પીએમ બુધવારે યૂએન હેડક્વાર્ટરમાં યોજાનાર યોગ દિવસના ખાસ કાર્યક્રમની આગેવાની કરી હતી.
પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યુ કે, યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં આ મંત્રી ખૂબ જ મહત્વનું છે, જ્યારે આપણે યોગની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ. યોગ દ્વારા આપણે કર્મયોગ સુધીની યાત્રા મને વિશ્વાસ છે કે, યોગથી આપણે આપણા સ્વાસ્થ્યને શાનદાર બનાવી છીએ.
આપણા સામર્થ્ય, આપણો માનસિક વિસ્તાર, આપણી ચેતના શક્તિ આ સંકલ્પ સાથે તમામને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. પીએમે કહ્યું કે, આપણે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓની સમૃદ્ધ કર્યા છે. તેમને સેલિબ્રેટ કર્યું છે.
એવી દરેક સંભાવના યોગ પ્રબળથી પ્રબળતમ કરે છે. યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જાેડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા અંતર્વિરોધોને ખતમ કરવાનું છે. આપણને યોગ દ્વારા વિરોધો અને પ્રતિરોધોને ખતમ કરવાનો છે.
આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ન્યૂયોર્કથી દેશવાસીઓને સંબોધન કર્યું હતુ. તેમણે કહ્યું કે, યોગ એક વિચાર હતો. જેને આજે દુનિયાભરે અપનાવ્યું છે. આજે યોગ ગ્લોબિલ સ્પિરટ બની ગયું છે. યોગે આપણને હંમેશા જાેડવાનું કામ કર્યું છે. આપણા આદર્શ હોય, ભારત દર્શન હોય કે દ્રષ્ટિ આપણને હંમેશા, જાેડે છે, અપનાવવા અને અંગીકાર કરવાની પરંપરા પોષિત કર્યું છે.