કારમાંથી ઉતરતાની સાથે જ બાઈડને પકડ્યો મોદીનો હાથ
નવી દિલ્હી, વ્હાઈટ હાઉસના પ્રાંગણમાં અમેરિકાના પ્રેસિડેન્ટ જાે બાઈડન તેમના પત્ની જિલની સાથે પીએમ મોદીને આવકારવા માટે ઉભા હતા. મોદી જેવા કારમાંથી ઉતર્યા તે બાઈડન ખૂબ જ ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમની વચ્ચે કેટલીક હળવી વાતો પણ થઈ હતી.
એક વાત કહેતી વખતે તો મોદી ખડખડાટ હસી પડ્યા હતા. વ્હાઈટ હાઉસમાં મોદી અને બાઈડન વચ્ચે એવી તો શું વાત થઈ કે હાસ્યનું મોજું ફરી વળ્યું? મોદી વ્હાઈટ હાઉસ પહોંચ્યા તે પહેલા જ બાઈડન પોતાની પત્ની જિલની સાથે તેમના દરવાજા પર ઉભા હતા. મોદીની કાર ઉભી રહી હતી અને બાઈડન તેમને આવકારવા માટે આગળ વધ્યા હતા. જિલ પાછળ જ ઉભા રહ્યા હતા. જેવા પીએમ મોદી કારમાંથી ઉતર્યા કે બાઈડને ઉષ્માભેર તેમનો હાથ પકડી લીધો હતો.
તેનાથી વધારે ઉષ્મા બાઈડનના શબ્દોમાં હતી. બાઈડને મોદીને કહ્યું હતું કે ‘વેલકમ મિત્ર તમારો દિવસ ઘણો લાંબો રહ્યો’. બાઈડને આ વાત એટલા માટે કહી હતી કારણ કે બુધવારનો દિવસ મોદી માટે વ્યસ્ત રહ્યો હતો. સવારે તેઓ આઠ વાગ્યે (અમેરિકાના સમય પ્રમાણે) ઉઠ્યા હતા, જે બાદ યુએનમાં યોગ દિવસમાં સેશન સામેલ થયા હતા.
તે પછી તેમની મુલાકાતનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. રાજકારણમાં બોડી લેન્વેજ ઘણી મહત્વની રહે છે. મોદી અને બાઈડનની આ મુલાકાતમાં બાઈડન મોદીની પીઠ પંપાળતા જાેવા મળ્યા હતા. તે ભારત અને અમેરિકા વચ્ચેના ગાઢ સંબંધોનો સંકેત છે. તે બાદ પીએમ મોદીનું બાઈડન અને જિલ સાથે ફોટો સેશન થયું હતું. આ દરમિયાન પણ બાઈડન સાથે તેમની વાતચીત યથાવત્ રહી હતી. બાઈડન પીએમ મોદીને ફરી એકવાર કહેતા સંભળાયા હતા કે ‘વેલકમ ટુ લોન્ગ જર્ની.
પીએમ મોદીએ વાતચીત દરમિયાન કોઈ એવી વાત કહી હતી, જે બાદ તેઓ ખૂબ હસ્યા હતા. આખરે એવી તો શું વાત થઈ કે મોદી આટલા ખડખડાટ હસ્યા? કેમેરામાં બંનેની વાતચીતનો હિસ્સો કેદ થયો હતો. જિલે પીએમ મોદીને કંઈક વાત કહી. તેના જવાબમાં મોદી કહેતા સંભળાયા કે ‘હું તો પ્લાન કરી રહ્યો હતો… પરંતુ મેં સાંભળ્યું કે તમારી પ્રેસ કોન્ફરન્સ આવી ગઈ છે’. તે બાદ મોદી ખૂબ હસ્યા, તેમના આ અંદાજ પર બાઈડન અને જિલ પણ હસવાનું રોકી શક્યા નહીં.SS1MS