Western Times News

Gujarati News

વાવાઝોડામાં PGVCLને ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો અંદાજ

કચ્છમાં ૧૯ કરોડ તો જામનગર-દ્વારકામાં ત્રણ ગણું ૫૭.૮૩ કરોડનું નુકસાન

અમદાવાદ, ‘બિપરજાેય’ વાવાઝોડામાં પીજીવીસીએલને ૧૦૬ કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તેમાં સૌથી વધુ જયાં વાવાઝોડું ટકરાયું હતું, તે કચ્છમાં આજિદન સુધીમાં માત્ર ૧૯ કરોડ અને તેનાથી ત્રણ ગણું જામનગર-દ્વારકામાં ૫૭.૮૩ કરોડનું નુકસાન થયું હોવાની વિગત જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી યુધ્ધના ધોરણે ચલાવી રહ્યા છે.

વાવાઝોડું ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ટકરાયું તેને આજે ૬ દિવસ પુરા થયા બાદ પણ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૦ જેટલા ગામડામાં વીજ પુરવઠો પૂર્વવત કરી શકાયો નથી. તેમાં દ્વારકાના ૩૦, ભુજના ૮૦ અને અંજારના ૫૦ ગામડાનો સમાવેશ થાય છે. પીજીવીસીએલ સહિત અન્ય કંપનીના ઈજનેરોએ ૪૫૧ વીજ ટ્રાન્સફોર્મર રિપેર કરી ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો કાર્યરત કર્યો છે.

વાવાઝોડાથી રાજકોટ શહેરમાં ૧૯.૯૫ લાખ, રાજકોટ ગ્રામ્યમાં ૩.૮૬ કરોડ, મોરબીમાં ૫ કરોડ, પોરબંદરમાં ૮.૮૦ કરોડ, જૂનાગઢમાં ૪.૬ કરોડ, ભાવનગરમાં ૧.૪૪ કરોડ, બોટાદમાં ૯૯ લાખ, સુરેન્દ્રનગરમાં ૧.૬૭ કરોડ, અંજારમાં ૧૨.૬૨ કરોડ, ભુજમાં ૬.૮૮ કરોડ અને અમરેલીમાં ૨.૯૨ કરોડ સહિત કુલ ૧૦૬ કરોડનું નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, દ્વારકા અને કચ્છનાં અમુક વિસ્તારોમાં હજૂ પાણી ભરાયેલ હોવાથી રિપેરિંગની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે. આથી ભુજની ૯, અંજારની ૩૭ ઔદ્યૌગિક વસાહતમાં હજૂ પણ પાવર સપ્લાય ખોરવાયો છે.

આ ઉપરાંત દ્વારકામાં જયોતિગ્રામ ફિડરના ૭, ભુજમાં ૨૮ અને અંજારમાં એક સહિત ખેતીવાડીના ૧૨૬૧ ફિડર બંધ હાલતમાં છે. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.