ઉત્તરાખંડ કાવડયાત્રામાં ૩ થી ૪ કરોડ કાવડીયા આવવાનો અંદાજ
ઉત્તરાખંડમાં કાવડયાત્રા એન્ટ્રી માટે નવા નિયમો લાગુ કરાયા-૪ થી ૧પ જુલાઈ સુધી ચાલનારી કાવડયાત્રામાં ૩થી૪ કરોડ કાવડીયા આવવાનો અંદાજ
(એજન્સી)હરીદ્વાર, ઉત્તરાખંડ કાવડ યાત્રા આવતા મહીને ૧પ જુલાઈથી શરૂ થવાની છે. યુ.પી. દિલ્હી, એનસીઆર, હરીયાણા, રાજસ્થાન સહીત દેશના અન્ય રાજયોમાંથી ઉત્તરાખંડ આવનારા કાવડીયાઓ માટે આ વખતે નવા નિયમો બનાવાયા છે. હરીદ્વારમાં હર કી પૈડી પરથી ગંગાજળ લઈને કાવડીયાઓ પાછા જાય છે.
આ વખતે આઈડી વગર કાવડીયાઓને ઉત્તરાખંડની હદમાં પ્રવેશવા નહી હોય પણ ૧ર ફુુટથી લાંબી કાવડ નહી લાવવા દેવાયય. ડીજે પર પ્રતીબંધ નહી હોય પણ અવાજ પર નિયંત્રણ રાખવામાં આવશે. કાવડ યાત્રામાં આ વખતે ૩થી૪ કરોડ કાવડીયા આવવાનો અંદાજ છે. કાવડ ક્ષેત્રને ૧ર સુપર ઝોન ૩થી૪ કરોડ કાવડીયા આવવાનો અંદાજ છે.
કાવડ ક્ષેત્રને ૧ર સુપર ઝોન ૩ર ઝોન ૧૩૦ સેકટરમાં વહેચી દેવાયું છે. તેની વ્યયવસ્થામાં રહેલ નોડલ અધિકારીઓનું વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવશે. કાવડ યાત્રીઓ માટે હરીદ્વાર પોલીસે કયુઆરકોડ જાહેર કર્યો છે. મોબાઈલ પર તેને સ્કેન કરવાથી વાહન પાર્કીગ રૂટ ડાયવર્ઝન સહીતની બધી માહિતીઓઅ મળી રહેશે.
સંપૂર્ણ કાવડ મેળા વિસ્તારને ૩૩૩ સીસી ટીવી કેમેરાથી કવર કરાયો છે. જેમાં પબ્લીક એડ્રેસ સીસ્ટમ લાગેલ છે. ઘાટો પર પણ જળ પોલીસનો તહેનાત સહીત પોલીસ સ્ટેશન સ્તરે વેરીફીકેશન અભિયાન ચાલી રહયું છે.
કાવડ મેળામાં આ વખતે પાર્કીગની મુશ્કેલી નહી થાય. કાવડ મેળામાં પહેલીવાર ભારત માતા મંદીર રોડ ચમગદડ ટાપુમાં વાહનો પાર્ક કરાશે. મેળાધિકારી કચેરી દ્વારા પાંચ પાર્કીગ ટેન્ડરો જાહેર કરાયા છે. મેળા દરમ્યાન શહેરમાં પાર્કીગની મુશ્કેલીઓ થતી હતી.
આ વખતે કલેરટરનેા આદેશથી નવા પાર્કીગ બનાવાયા છે. બૈરાંગી કેપ પાર્કીગ, ચંડીઘાટ લાલજીવાલા પાર્કીગનું ટેન્ડર એક મહીના માટે ભારત માતા મંદીર અને ચમગાદુડ ટાપુ પાકિર્ગનું ટેન્ડર એક વરસ માટેનું છે. એ પહેલા રોડીબેલવાળું પાર્કીગ ૧.૭પ કરોડ રૂપિયામાં અપાયું છે.