અમદાવાદ કલેકટર શ્રી કે. કે. નિરાલાએ પદભાર સંભાળ્યો
અમદાવાદના કલેક્ટર તરીકે શ્રી કે. કે. નિરાલાએ પોતાનો પદભાર સંભાળ્યો હતો. શ્રી કે. કે. નિરાલા ૨૦૦૫ ની બેચના I.A.S. છે. આ પૂર્વે શ્રી કે. કે. નિરાલા પાણી પુરવઠા બોર્ડના મેમ્બર સેક્રેટરી રહ્યા હતા. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રાથમિકતા વાળા તમામ ક્ષેત્રે વિકાસની પ્રક્રીયા ઝડપી બનાવાશે. આ માટે જિલ્લા સ્તરે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરી પડતર પ્રશ્નોના ઝડપી નિકાલ કરવામાં આવશે.