રિક્ષામાં ભુલી ગયેલ કિંમતી દસ્તાવેજો ગણતરીના સમયમાં શોધતી નેત્રમ ટીમ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં અંર્તગત કુલ- ૩૪ જીલ્લા તથા કુલ-૦૬ પ્રસીધ્ધ યાત્રાધામ ખાતે અત્યંત આધુનીક સી.સી.ટી.વી. કેમેરા તેમજ સી.સી.ટી.વી કેમેરાઓનુ સઘન મોનીટરીંગ કરવા સારૂ અત્યાધુનિક સાધનોથી સજ્જ “નેત્રમ” કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.
જે અન્વયે ખેડા જીલ્લામાં મિલકત વિરૂધ્ધના ગુનાઓ શોધી કાઢવા મહે.પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા ખેડા-નડીયાદ દ્રારા સુચના મળેલ હોય અને પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન ટીમના વડા અને નાયબ પોલીસ અધિક્ષક, નડીઆદ વિભાગ, વી.આર.બાજપાઇ અને નેત્રમ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ.એ.જે.તીવારી નાઓના માર્ગદર્શન તથા સુચના મુજબ જીલ્લામાંથી ગુમ થયેલ વાહનો
તથા કીંમતી સર-સામાન તથા મહત્વના બનાવોને તેમજ જીલ્લા નાગરીકોને મહત્તમ સહાય મળે તે હેતુથી અત્યંત આધુનીક સી.સી.ટી.વી કેમેરાથી સઘન મોનીટરીંગ કરી શોધી કાઢવા સુચના આપેલ હોય.જે અન્વયે આજરોજ તા.૨૦/૦૬/૨૦૧૩ ના રોજ યાસ્મીનભાઇ ફરહાનભાઇ વ્હોરા રહે.મહુધા કાજીની હવેલી,
તા.મહુધા જી.ખેડાનાઓ મહુધા થી નડીઆદ સરકારી કામ અર્થે આવેલ જે કામ પતાવી સંતરામ માર્કેટ ખાતે ખરીદી કરવા આવેલ બાદ સંતરામ માર્કેટથી ખરીદી કર્યા બાદ બસ સ્ટૅન્ડ જવા આશરે ૧૭/૩૦ વાગ્યાના સુમારે એક રિક્ષામાં બેસેલ હતા બાદ નડીયાદ બસ સ્ટેશન પાસે ઉતરેલ અને ત્યારબાદ તેઓને જાણ થયેલ
કે તેઓની કિંમતી દસ્તાવેજ ભરેલ થેલી રિક્ષામાં રહી ગયેલ જે બાબતે તેઓશ્રીએ અત્રેના નેત્રમ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર)નો સંપર્ક કરતા અત્રે ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા જરૂરી કેમેરાનું મોનીટરીંગ કરી માહીતી એકત્ર કરી પોતાની આગવી સુઝબુઝનો ઉપયોગ કરી એક રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર મેળવી,
માધ્યમથી રિક્ષા ચાલકનું નામ તથા મોબાઇલ નંબર મેળવી તેઓ સાથે કિંમતી દસ્તાવેજ ભરેલ થેલી બાબતે વાતચીત કરી અત્રે કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે બોલાવી અરજદાર યાસ્મીનભાઇ ફરહાનભાઇ વ્હોરા રહે.મહુધા કાજીની હવેલી, તા.મહુધા જી.ખેડાનાઓને તેઓની કિંમતી દસ્તાવેજ ભરેલ થેલી
જે અરજદાર તથા રિક્ષા ચાલકની રૂબરૂમાં ખોલી જાેતા તેમાં ધોરણ -૧૦ તથા ધોરણ-૧૨ ની અસલ માર્કશીટ તથા અસલ સ્કુલ લીવિંગ સર્ટિફીકેટ તથા જન્મ પ્રમાણપત્ર તેમજ બૅન્ક પાસબૂક હોય જે અરજદારને સહીસલામત રીતે પરત અપાવેલ હોય જે અંગે અરજદાર આ બાબતે તેઓએ ખેડા જીલ્લા પોલીસનો હ્રદય પુર્વક આભાર વ્યક્ત કરેલ છે.