ગોમતીપુર પીવાના પ્રદુષીત પાણી ગટર લાઈન ઉભરાવાની સમસ્યા
ગોમતીપુરમાં પ્રાથમીક સુવિધાઓ માટે વારંવાર રજુઆતો છતાં તંત્ર ઉદાસીન
(એજન્સી)અમદાવાદ, પૂર્વનો ગોમતીપુર વોર્ડ એ અસંખ્ય ચાલીઓ તેમજ મહોલ્લાનો વોર્ડ છે. જેની ભૌગોલીક રચના જટીલ અને અત્યંત ગીચતા હોવાના કારણે આ વિસ્તારમાં આવેલા ચાલીઓ અને મહોલ્લાઓમાં દીન પ્રતિદીન પ્રાથમીક સુવિધાઓ નહીવત છે.
જેને અનુલક્ષીને મ્યુ.કોર્પોના નિયંત્રણની પુર્વ ઝોન કચેરી ખાતે ગોમતીપુર વિસ્તારના પ્રાથમીક પ્રશ્નો જેવા કે, પીવાના પ્રદુષીત પાણી ગટર લાઈન ઉભરાવાની ડામર પેેચ તથા પાણીમાં કલોરીનના પ્રમાણ સહીતી વિવિધ પ્રશ્નો માટે સ્થાનીક કાઉન્સીલરો ઈકબાલ શેખ,
ઝુલફીખાન, સહીત પઠાણ સહીત સ્થાનીક નાગરીકોને આ પ્રશ્નોનો નિકાલ માટે ડે.મ્યુ. કમી.ની કચેરી ખાતે હલ્લાબોલ કરી ખુબ જ આક્રમક અને ધારદાર રજુઆતો કરવામાં આવી હતી. આ અંગેની ભુતકાળમાં પણ આ જ પ્રશ્નો માટે નાગરીકો દ્વારા લેખીતમાં તેમજ મૌખીકમાં રજુઆતો કરવામાં આવેલ છે
પરંતુ કુંભનિંદ્રમાં પાઢતા પૂર્વઝોનની કચેરીમાં સત્તાધીશો દ્વારા આ અંગે કોઈ નકકર કાર્યવાહી આવતી જ નથી. ગોમતીપુર વોર્ડમાં આવેલ ઝુલતાની સામે નાગપુર વોરાની ચાલી, અમનતગર અલમીન હોસ્પિટલની સામે આવેલ માસ્ડન મીલની ચાલી, શકરા ઘાંચીની ચાલી હોજવાળી મસ્જીદ, પાકવાડા, મદની મહોલ્લા શમસેરબાગ, પટેલની ચાલી નાના તથા મોટા વાસ હાજી ગફારની ચાલી
ભારતીનગર ઉષા સીનેમા પાસેની ચાલીઓ શંભુ પટેલની ચાલી,શાસ્ત્રીનગર, નુરભાઈ ધોબીની ચાલી સહીત વગેરે અનેક ચાલીઓમાં છેલ્લા ૦૪ માસથી પીવાના પાણીનું પ્રેશર તદન ઘટી રહયું છે. અને જે પાણી આવે છે. તે તદન પ્રદુષીત હોવાના કારણે નાગરીકો સ્વાસ્થ્ય બગડતું રહે છે. જેનાથી પાણીજન્ય રોગચાળો ફેલાવાની શકયતા પણ નકારી શકાતી નથી.
આ ઉપરાંત આગામી તા.ર૯૬ર૩ના રોજ રાજય સહીત અમદાવાદ શહેરમાં પવીત્ર તહેવારોમાં ઈદઉલઅઅઝહા બકરી ઈદની ઉજવણી કરવામાં આવનાર છે. જેથી સમગ્ર ગોમતીપુર વોર્ડમાં આવેલ પાણીની ટાંકીઓ પર વારે ૬થી૮ દરમ્યાન (૧) ઝુલતા મીનારા (ર) ગુજરાત બોટલીગ (૩) હાથીખાઈ (૪) સીલ્વર ટાંકી
(પ) ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે ટાંકીઓઅમાં આગામી ૩ દિવસ સઘન મોનીટરીગ કરી પાણીની સમસ્યા ન ઉદ્ભવે તે માટે હેલ્થ વિભાગ સાથે યોગ્ય સંકલન કરી જાહેર આરોગ્યના હિતમાં અગમચેતીના ભાગરૂપે સમયસર કચરાના નિકાલ માટે પીપડા તથા પોલીથીનની બેગો મુકાવવા રજુઆત કરવામાં આવી હતી.