Western Times News

Gujarati News

રાત્રી દરમ્યાન ફૂટપાથ પર કે રોડ પર વાહન પાર્ક કર્યુ હશે તો ભારે પડશે

નાઇટ રાઉન્ડ દરમિયાન રોડ, ફૂટપાથ પર ખાણીપીણી બજાર ભરનારાનો ૧૨૭ જેટલો માલ સામાન જપ્ત કરાયો-સચીન ટાવર-ધનંજય ટાવર રોડ પર ૩૨ વાહનને તંત્રે તાળાં માર્યા

અમદાવાદ, દક્ષિણ-પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાેધપુર અને સરખેજ વોર્ડમાં આવતા આનંદનગર રોડ પરના સચીન ટાવર અને ધનંજય ટાવર પાસેના રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે રીતે પાર્ક કરાયેલાં કુલ ૩૨ વાહનને તાળાં મરાયાં હતાં.

સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે રાત્રે પાર્ક કરેલું વાહન કોણ ઉપાડી જવાનું છે, પરંતુ તંત્ર દ્વારા નાઈટ રાઉન્ડ હાથ ધરાયો હતો, જે દરમિયાન રોડ અને ફૂટપાથ ઉપર ખાણીપીણી બજાર કરી દબાણ કરતા ધંધાર્થીઓ પર તંત્ર ત્રાટક્યું હતું.

આ વાહનના ચાલકો પાસેથી સત્તાવાળાઓએ રૂ.૧૬,૦૦૦ દંડ પેટે વસુલતા રોડ અને ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ કરનારા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

તંત્ર દ્વારા ઝોનમાં સમાવેશ ધરાવતા જાેધપુર, વેજલપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડમાં નાઈટ રાઉન્ડ હાથ ધરાયો હતો, જે દરમિયાન રોડ અને ફૂટપાથ ઉપર ખાણીપીણી બજાર કરી દબાણ કરતા ધંધાર્થીઓ પર તંત્ર ત્રાટક્યું હતું. સત્તાવાળાઓએ છ લારી, ૧૨ ટેબલ, પ્લાસ્ટિકની ૨૧ ખુરશી, ચાર ગેસ બોટલ અને ૮૪ પરચૂરણ માલસામાન મળી કુલ ૧૨૭ માલસામાન ઉપાડી ગોડાઉનમાં જમા કરાવ્યો હતો.

સરખેજ વોર્ડની ટીપી સ્કીમ નં.૨૬ (મકરબા)ના સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રિઝર્વ પ્લોટ નં.૪૫માં પાંચ ગેરકાયદે શેડ ઊભા કરાયા હતા, જેના કારણે ૧૫૦૦ ચોરસ મીટરનું દબાણ થયું હતું. તંત્રે આ તમામ શેડ દૂર કરીને આશરે ૩૦૭૬ ચો.મીટરનો પ્લોટ ખુલ્લો કર્યાે હતો.

ઉપરાંત તંત્રએ આઠ લારી, સાત છતવાળી લારી, પાંચ પ્લાસ્ટિક ટેબલ, ૧૨ પ્લાસ્ટિક ખુરશી અને અન્ય પરચૂરણ મળીને કુલ ૧૦૪ માલસામાન પણ જપ્ત કર્યાે હતો. ઉત્તર-પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડના સિલ્વર સ્ટાર રોડ પરના મારુતિ શો રૂમ સામેના એક એકમને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રોડ પર ગંદકી કરવાના મામલે તાળાં મરાયાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.