Western Times News

Gujarati News

યોગ સ્પર્ધામાં વડોદરાની સયાજી ગર્લ્સ સ્કૂલની સ્નેહા ખત્રી પ્રથમ ક્રમે વિજેતા

(માહિતી) વડોદરા, ભારત સરકારના આયુષ મિનિસ્ટ્રી તેમજ ગુજરાત સરકારના નિયામકશ્રી આયુષ કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી

વડોદરાના નિર્દેશનમાં અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વડોદરાના માર્ગદર્શનમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ૯માં આંતરરાષ્ટ્રીય યોગદિવસ ૨૦૨૩ની ઉજવણીના ભાગરૂપે આ વર્ષની થીમ યોગા ફોર હ્યુમાનિટી ને ધ્યાને લઈ યોગસપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. Sneha Khatri of Sayaji Girls School, Vadodara won the first rank in the yoga competition

આ માટે વડોદરા શહેર અને જિલ્લાની કુલ ૭૫ શાળાઓને પસંદ કરવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં ૧૩ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કાર્યરત ૨૫ યોગ ઇન્સ્ટ્રક્ટરોનો સહયોગ લેવામાં આવ્યો હતો.

દરેક યોગ ઇન્સ્ટ્રક્ટરને ૩ શાળાઓમાં યોગશિબિર અને સ્પર્ધાઓ કરવા માટે આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં બે શાળા તેમના વિસ્તારની અને એક નજીકના સરકારી દવાખાના વિસ્તારમાં આવેલ શાળામાં આ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે કુલ ૭૫ યોગશિબિર – સ્પર્ધાઓ યોજાઇ હતી. તા.૭ થી ૧૪ દરમ્યાન શહેર – ગ્રામ્ય કક્ષાની અને ૧૫ થી ૨૧ દરમ્યાન તાલુકા અને જિલ્લા કક્ષાની સ્પર્ધા રખાઇ હતી.

આ સ્પર્ધાઓમા સૂક્ષ્મક્રિયા, સૂર્ય નમસ્કાર, આસનો (બેસીને, સૂઈને, ઉભા રહીને, પેટના આધારે), પ્રાણાયામ તથા વિશિષ્ટ આસનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેર અને ગ્રામ્ય કક્ષાએ દરેક સ્પર્ધામાં પસંદ થયેલા બે શ્રેષ્ઠ વિદ્યાર્થીને તાલુકા કક્ષાની સ્પર્ધા માટે મોકલવામાં આવ્યા હતા.

આ રીતે કુલ ૧૫૦થી વધુ સ્પર્ધકો તાલુકા કક્ષાએ જાેડાયા હતા. ત્યારબાદ દરેક તાલુકામાંથી શ્રેષ્ઠ ૪ પસંદ કરવામાં આવ્યા હતા. યોગ દિને ૩૨ શ્રેષ્ઠ સ્પર્ધકોની જિલ્લા કક્ષાની સ્પર્ધા આયોજિત થઇ હતી.

જેમાં અંતિમ શ્રેષ્ઠ ૩ વિજેતાઓને મેડલ તથા સર્ટિફિકેટ તથા તમામ સ્પર્ધકોને સર્ટી તાલીમ આપનાર યોગ ઇન્સ્ટ્રક્ટરોને અને તમામ મેડિકલ ઓફિસર્સને પણ પ્રશસ્તિ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.

પ્રથમ ક્રમે સયાજી ગર્લ્સ સ્કૂલની સ્નેહા ખત્રી, દ્વિતીય ક્રમે જ્ઞાનયજ્ઞ વિદ્યા મંદિર, પાદરાના જય પ્રજાપતિ અને તૃતીય ક્રમે મહિરેવા સ્કૂલની માધુરી ગાવડે વિજેતા બન્યા હતા.

વિદ્યાર્થીઓમાં તણાવમુક્તિ થાય, નીરોગી રહે, ઉત્સાહ અને સ્ફૂર્તિ વધે તેમજ અભ્યાસમાં સારૂ પરફોમન્સ આપી શકે તે હેતુથી આ યોગશિબિરો-સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ આયોજક જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. સુધીર જાેશીએ જણાવ્યુ છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતપ્રમુખશ્રી અશોકભાઇ પટેલ, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન, શ્રી નીલેશભાઈ પુરાણી, મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ડૉ. હિતેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.