લોજિસ્ટીક કંપનીની ઓફિસનું શટર તોડી 2.82 લાખની ચોરી
(પ્રતિનિધિ) બાયડ, બાયડ ખાતે ઓનલાઇન બિઝનેસ સંભાળતી અવધ લોજિસ્ટિક(એમેઝોન) કંપનીની જનમંગલ કોમ્પલેક્ષ બાયડ ખાતે આવેલી ઓફિસે રૂપિયા બે લાખ ઉપરાંતની રકમ અને ચીજાેની ચોરી થયાની ફરિયાદ બાયડ પોલીસ મથકે નોંધાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ પોલીસ મથકે અવધ લોજિસ્ટિક (એમેઝોન) કંપનીના બાયડ બ્રાન્ચના મેનેજર હર્ષકુમાર જયેશભાઈ શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ અમારી કંપની એમેઝોન કંપનીમાંથી ગ્રાહકે મંગાવેલા ઓનલાઇન શોપિંગના પાર્સલ મેળવી
તેને કસ્ટમર સુધી પહોંચાડવાનું અને તે પાર્સલની રકમ મેળવી બેંકમાં જમા કરાવવાનું કામ કરતી હોય છે તે મુજબ ૧૯ જુનના રોજ આવેલી રોકડ રકમ રૂપિયા ૨,૦૪,૪૪૮/- તથા આવેલા પાર્સલ ઓફીસમાં મુકી અમો ઓફિસ બંધ કરી ઘરે ગયા હતા.
બીજા દિવસે રાબેતા મુજબ ઓફીસે આવી જાેયું તો ઓફિસનું અડધું શટર ખુલ્લું હતું જેથી આખું શટર ખોલી અંદર જાેતા અંદર આવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર ન હતું તેમજ ઓફિસમાં મુકેલ સામાન વેરવિખેર હતો ઓફિસના ટેબલના ડ્રોઅરને ખોલીને જાેતાં અંદર મુકેલ રોકડ રકમ પણ ના હતી આવી રીતે કુલ રોકડ રકમ, મોબાઈલ, સીસીટીવી કેમેરાનું ડીવીઆર એમ કુલ રૂપિયા ૨,૮૨,૬૧૯/-નો મુદ્દામાલ ચોરી થઈ જતાં ફરિયાદ નોંધાવેલ છે.