Western Times News

Gujarati News

વેગનેરે અમારી પીઠમાં છરો માર્યો છે, અમે જનતાનું રક્ષણ કરીશું; સૈન્ય બળવો કચડી નાખીશુંઃ પુતિન

મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન રાષ્ટ્રને સંબોધન કર્યું છે. પુતિને સંબોધન કરતા કહ્યું- વેગનેરે અમારી પીઠમાં છરો માર્યો છે. અમે જનતાનું રક્ષણ કરીશું. પુતિને વધુમાં કહ્યું હતું કે અમે અમારા દેશને આંતરિક વિદ્રોહથી બચાવીશું. વેગનરે અમારી પીઠમાં છરો માર્યો છે. તેમણે સેનાને પડકાર ફેંક્યો છે. પ્રાઈવેટ આર્મીએ દેશની જનતા સાથે છેતરપિંડી કરી છે. અમે કોઈપણ સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કરીશું.

પુતિને પોતાના સંબોધનમાં કહ્યું કે આજે આપણે જે સામનો કરી રહ્યા છીએ તે આંતરિક વિશ્વાસઘાત છે. અમને રશિયામાં અમારા તમામ દળોની એકતાની જરૂર છે. જે કોઈ બળવાની તરફેણમાં પગલા ભરશે તેમને સજા કરવામાં આવશે. તેમણે કાયદો અને દેશના લોકોને જવાબ આપવો પડશે.અમે અમારા દેશને આંતરિક દેશદ્રોહથી બચાવીશું.

રશિયાની તપાસ એજન્સી FSBએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ બાદ વેગનર ચીફ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. તેની સામે સશસ્ત્ર બળવો ઉશ્કેરવાનો આરોપ છે. સૈનિકોને તેમના કોઈપણ આદેશનું પાલન ન કરવા અને તેમની અટકાયત કરવા માટે કહેવામાં આવ્યું છે.

રશિયાએ શનિવારે વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોગીન પર બળવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. મોસ્કો હાઈ એલર્ટ પર છે. રાજધાનીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિગોગિને દાવો કર્યો છે કે તેના સૈનિકો રશિયાની સરહદમાં ઘૂસી ગયા છે અને તેમણે રશિયન સેનાના એક હેલિકોપ્ટરને પણ તોડી પાડ્યું છે. ઘટનાક્રમ સંબંધિત તમામ માહીતી રાષ્ટ્રપતિ પુતિનને જણાવવામાં આવી રહી છે.

અલ-જઝીરા મુજબ વેગનરે એવો પણ દાવો કર્યો છે કે તેની સેનાએ રોસ્તોવ શહેરમાં અનેક જગ્યાઓ પર કબજો કરી લીધો છે. પ્રિગોગીને કહ્યું છે કે જે કોઈ તેના રસ્તામાં આવશે, તેને ખતમ કરી દેવામાં આવશે. રોસ્તોવના મેયરે લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેગનરની સેનાએ રોસ્તોવ શહેરમાં ઘણી જગ્યાઓ પર કબજો કરી લીધો છે. રોસ્તોવના મેયરે લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે. ખરેખર, પ્રિગોઝિને યુક્રેનમાં વેગનર તાલીમ શિબિર પર મિસાઇલ હુમલા માટે ક્રેમલિનને દોષી ઠેરવ્યો હતો. આ હુમલામાં વેગનરના ઘણા સૈનિકો માર્યા ગયા હતા. આ પછી રશિયાએ પ્રિગોગીન સામે કાર્યવાહી શરૂ કરી.

વેગનર ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે તેમના સૈનિકો દક્ષિણ સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા છે, વેગનર સૈનિકોએ રોસ્તોવમાં દક્ષિણ મિલિટરી ડિસ્ટ્રિક્ટની ઇમારત પર કબજો કરી લીધો છે. તેમણે યુદ્ધની જાહેરાત કરવાની શૈલીમાં પણ કહ્યું કે તેના 25,000 લોકોની મજબૂત સેના “મરવા માટે તૈયાર” છે. જે બાદ રોસ્તોવમાં રશિયન અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. આ દરમિયાન, લિપેટ્સકના ગવર્નરે જણાવ્યું હતું કે અધિકારીઓએ લોકોની સુરક્ષાની તકેદારી વધારવાનો નિર્ણય લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.