Western Times News

Gujarati News

એકટીવા પર સ્ટંટ કરી રહેલા નબીરાની પોલીસે ધરપકડ કરી

અમદાવાદ, શહેરનાના અતિ વ્યસ્ત અને હાઈપ્રોફાઈલ એવા સિંધુભવન રોડ પર એક્સેસ અને એક્ટિવા પર સવાર નબીરાઓએ સ્ટંટબાજી કરી હતી. નબીરાઓની સ્ટંટબાજીથી રોડ પર નીકળી રહેલા અન્ય વાહનચાલકોના જીવ જાેખમમાં મૂકાયા હતા.

પોલીસે સ્ટંટ કરનાર નબીરાઓને ઝડપી લેવા ક્વાયત હાથ ધરી સ્કૂટરચાલકની ધરપકડ કરી હતી. તેમજ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રાફિક ડીસીપી સફિન હસને (DCP Safin Hasan) જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા વીડિયોમાં દેખાતા ઍક્સેસ પર સ્ટંટ કરતા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવક વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ મુજબ ગુનો નોંધીને વાહન જમા કરવામાં આવ્યું છે.

યુવકનું નામ સાહિલ દાંતણીયા હોવાનું તથા યુવક વેજલપુરમાં રહતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત યુવક સાથે અન્ય પણ યુવક એક્ટિવા પર સ્ટંટ કરી રહ્યો હતો જેની પોલીસ શોધખોળ કરી રહી છે. અન્ય યુવકની ધરપકડ કરી તેની વિરુદ્ધ પણ આ પ્રકારે  જ કાર્યવાહી કરવામાં આવશે.

સિંધુભવન રોડ જાણે નબીરાઓ માટેનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. સિંધુભવન રોડ પર અવારનવાર જાેખમી વાહન ચલાવવા તથા સ્ટંટ કરતા વાહન ચાલકોના વીડિયો સામે આવી રહ્યા છે, ત્યારે સિંધુભવન રોડ પરનો વધુ બે વીડિયો સામે આવ્યો છે.

ચાલુ વાહને સીટ પર ચઢી યુવક વાહન ચલાવી પોતાની તથા અન્ય વાહન ચાલકોની જિંદગી જાેખમમાં મૂકીને વાહન ચલાવી રહ્યાના ૨ અલગ અલગ વીડિયો સામે આવ્યા છે.વીડિયો વાઈરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે.
શહેરના સિંધુભવન રોડ પર ફરી એક વખત જાેખમી સ્ટંટ કરતો વીડિયો વાઈરલ થયા છે.

એક્ટિવા અને ઍક્સેસ ચાલક પોતાનો જીવ જાેખમમાં મૂકીને વાહન પર ચઢી જાય છે અને ત્યારબાદ ખુલ્લા હાથે વાહનચલાવી જાેખમી સ્ટંટ કરી રહ્યા છે. બંને નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો છે. બંને યુવક પોતાની તથા રસ્તા પરથી પસાર થતાં અન્ય વાહન ચાલકોના જીવ પણ જાેખમમાં મૂકી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.