લગ્નના ૨૦ વર્ષ બાદ પણ નિઃસંતાન દંપતીએ 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું
પોલીસે રેસ્ક્યૂ કરીને એક બિલ્ડિંગના રૂમમાંથી છોકરાને અપહરણકર્તાના ચુંગાલમાંથી સુરક્ષિત છોડાવ્યો હતો
સુરત, શનિવારે સ્મીમેર હોસ્પિટલમાંથી અપહરણ થયેલા ચાર વર્ષના છોકરાને સુરત ક્રાઈમ બ્રાન્ચ અને વરાછા પોલીસે જાેઈન્ટ ઓપરેશનમાં રવિવારે સવારે અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. છોકરાને પુણાગામની વિજયનગર-૨ સોસાયટીમાં રહેતી મહિલા પાસેથી છોડાવ્યો હતો. છોકરાને ટ્રેસ કરવા માટે આશરે ૧૦૦ જેટલા પોલીસકર્મીઓએ છોકરાને શોધવા માટે શનિવારની આખી રાત કામ કર્યું હતું. છોકરા સુધી પહોંચતા પોલીસે આશરે ૭૫ જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. After 20 years of marriage the couple kidnapped 4-year-old child
પોલીસે અપહરણના કેસમાં સીમા પ્રજાપતિ (૪૫) અને તેના પતિ શંકર પ્રજાપતિની (૪૮) ધરપકડ કરી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે, આ દંપતીના લગ્નને ૨૦ વર્ષ થઈ ગયા હતા અને તેઓ નિઃસંતાન હતા. સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી તેમણે અપહરણ કર્યું હતું. શનિવારે બપોરે, છોકરો તેના પિતા સાથે સ્મીમેર હોસ્પિટલના ગાયનેકોલોજી વોર્ડમાં દાખલ તેના મમ્મીના ખબરઅંતર પૂછવા ગયો હતો, જ્યાં તેમણે એક દિવસ પહેલા દીકરાને જન્મ આપ્યો હતો.
છોકરો જ્યારે બીજા વોર્ડમાં ફરી રહ્યો હતો ત્યારે ગુલાબી કલરની સાડી પહેરેલી મહિલાએ તેનું અપહરણ કર્યું હતું. છોકરાનું અપહરણ કર્યા બાદ મહિલાએ રિક્ષા પકડી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી. થોડી મિનિટો બાદ તેણે અર્ચના બ્રિજ પાસે રિક્ષા બદલી હતી અને ઘરે જવા બીજી રિક્ષામાં બેઠી હતી. ક્રાઈમ બ્રાંચ પોલીસ ઈન્સપેક્ટર લલિત વગડિયાએ જણાવ્યું હતું કે ‘સીસીટીવીએ રિક્ષાને ઓળખવાનું કામ સરળ કરી દીધું હતું.
પરંતુ જ્યારે તેણે રિક્ષા બદલી ત્યારે અમારા માટે તેને ઓળખવી તે એક પડકાર હતો, જેમા બેસી તે ઘરે ગઈ હતી. ૭૫ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ પણ અમે મૂંઝવણમાં હતા કે તેણે લીધેલી રિક્ષાનો સીરિઝ નંબર છેં, છઢ કે છફ હતો’. તેણે ઉમેર્યું હતું કે, ટીમે શક્ય એટલી તમામ રિક્ષાના નંબર તેમજ ડ્રાઈવર ચેક કર્યા હતા અને ચાર રિક્ષા મળી હતી. ‘ચારમાંથી અમે એક રિક્ષાને પકડી પાડી હતી.
તે રિક્ષાના ડ્રાઈવરે અમને તેણે તે મહિલાને ડ્રોપ કરી હોવાનું જણાવ્યું હતું અને અમને તે જગ્યા પણ બતાવી હતી’, તેમ વગડિયાએ કહ્યું હતું. વરાછા પોલીસ ઈન્સપેક્ટર એએન ગાબાણીએ જણાવ્યું હતું કે ‘રિક્ષામાંથી ઉતર્યા બાદ તે એક ચોક્કસ જગ્યાએ જાેવા મળી હતી અને બાદમાં તેની હિલચાલ બંધ થઈ ગઈ હતી.
અમે તે વિસ્તારની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં અમને સીસીટીવી મળ્યા હતા જેમાં તે છોકરા સાથે બિલ્ડિંગમાં પ્રવેશતી દેખાઈ હતી. અમે તમામ રૂમ ચેક કર્યા હતા અને એક રૂમમાંથી તે બાળક સાથે દેખાઈ હતી’. જ્યારે દંપતીના ફોન ચેક કર્યા ત્યારે કેટલીક તસવીરો મળી આવી હતી, જે તેમણે છોકરાનું ઘરમાં સ્વાગત કર્યું અને પૂજા પણ કરી તેની હતી.ss1