કેઈરોમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલી આપી
નવી દિલ્હી: અમેરિકા બાદ ઈજીપ્તની મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહી 11મી સદીની ઐતિહાસિક અલ હકીમ મસ્જીદની મુલાકાત લીધી હતી. અહી ઈજીપ્તના ટુરીઝમ અને પુરાતત્વ બાબતોના વડા મોસ્તફા એ વડાપ્રધાનનું સ્વાગત કર્યુ હતું તથા અહી બોહરા સમુદાયના લોકોને પણ મળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયથી તેઓને દાઉદી બોહરા સમુદાય સાથે નજીકનો સંબંધ રહ્યો છે.
કાઈરોમાં વસેલા ભારતીય સમુદાય વતી શુજાઉદીન શબ્બીર તાંબાવાલાએ પણ સમગ્ર સમુદાય વતી અહી વડાપ્રધાનને આવકારવા હાજર હતા. મોદીએ અહી વસેલા દાઉદી બોહરા સમુદાયના લોકોની સુખાકારીની પુચ્છા કરી હતી.
શ્રી મોદીએ આ ઉપરાંત તેના ઈજીપ્ત પ્રવાસના પ્રારંભે હેલીઓપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સેમેટ્રીની પણ મુલાકાત લીધી હતી. જયારે પ્રથમ વિશ્વ યુદ્ધ સમયે 4000થી વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. PM Modi visits Heliopolis War Cemetery in Cairo to pay respects to Indian soldiers who laid down their lives during WW I
Prime Minister @narendramodi visits the Pyramids of Giza in Cairo, Egypt. pic.twitter.com/PFTp9LuLFf
— BJP (@BJP4India) June 25, 2023
અહી મોદીએ એ શહીદોને પુષ્પાંજલી કરી હતી. મોદીએ આ ઉપરાંત કાઈરો નજીક ગ્રેટ પીરામીક ઓફ ગીઝાની પણ મુલાકાત લીધી હતી. તેમની સાથે ઈજીપ્તના વડાપ્રધાન મોસ્તફા પણ જોડાયા હતા. અલ હકીમ મસ્જીદ ખાતે મોદીએ અહી ઉપસ્થિત દાઉદી બોહરા સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરી હતી.