Western Times News

Gujarati News

વ્યક્તિ રીટાયર થઈને નીકળી પડ્યા જલસા કરવા

નવી દિલ્હી, દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ અઢળક પૈસા કમાય જેથી તેમના બાળકોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ માટે તેઑ સખત મહેનત પણ કરે છે.

ઘણી વખત તો લોકો નિવૃત્તિ પછી પણ નોકરી કરવા માંગે છે. સ્ટોર્સમાં કામ કરે તો કેટલાક એવા ધંધો શરૂ કરે છે જેથી બાળકોને કોઈ તકલીફ ન પડે. પરંતુ સોશ્યલ મિડીયામાં વાયરલ એક વ્યક્તિ એવી છે નિવૃત્ત થતાની સાથે જ મોજ કરવા નીકળી પડ્યો છે. તે પોતાનાં બાળકોને એક પૈસો પણ આપવા માંગતો નથી. તેની વાતો સાંભળીને લોકો દંગ રહી જાય એવી છે. પરંતુ ઘણા લોકોને આ આઈડિયા રમૂજી પણ લાગી રહ્યો છે.

હરિયાણામાં રહેતા ધરમવીર નામના આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં તે પૂલમાં નહાતો જાેવા મળી રહ્યો છે. તેણે કહ્યું હતું કે, નિવૃત્તિ પછી હું આવા જીવનની જ કલ્પના કરતો હતો. મારા બાળકો એવી આશામાં હતા કે હું તેમના માટે પૈસા છોડીશ, પરંતુ હું તેમને એક પૈસો પણ આપીશ નહીં. તમે તમારી જાતે કેમ કમાઈ શકતા નથી? મેં કોઈ કોન્ટ્રાક્ટ લીધો છે? હું મારા પૈસાનો પૂરેપૂરો લાભ લઈશ. આ વીડિયો જાેતજાેતામાં જ વાયરલ થઈ ગયો હતો.

ઈન્સ્ટાગ્રામ આ વ્યક્તિ ધરમવીરના ૪૧ હજાર ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર આવા વીડિયો પોસ્ટ કરતો રહે છે અને તે ઘણો પોપ્યુલર છે. તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઘણા વીડિયો છે. આ વીડિયો પણ એટલો પોપ્યુલર થયો કે અત્યાર સુધીમાં ૭ લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. ઘણા લોકોએ કમેન્ટ પણ કરી છે.

કોમેન્ટ સેકશનમાં એક યુઝરે લખ્યું કે, આ આઈડિયા મજેદાર છે. ભણીને મોટા કરી દીધા હવે જાતે કમાવ. પિતાના પૈસા પર કેટલો સમય જીવશો? પરંતુ તેની વાત ઘણા લોકોને પસંદ નહોતી આવી. ઘણા લોકોએ પૂછ્યું હતું કે, જ્યારે કોન્ટ્રાક્ટ નથી લીધો, તો પછી તેને જન્મ જ કેમ આપ્યો?SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.