Western Times News

Gujarati News

ત્રણ વર્ષથી FBIએ ભારતમાં ધામા નાખ્યા હતા

અમદાવાદ, જૂન મહિનાની શરૂઆતમાં અમેરિકાના ઓકાલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પાર્થ પટેલ નામના એક ૩૩ વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી, તેની સાથે જયરામી કુરુગુંટલા નામનો ૨૫ વર્ષનો બીજાે એક શખસ પણ ઝડપાયો હતો.

આ બંનેએ ૬૯ વર્ષની એક અમેરિકન વૃદ્ધા પાસેથી ૮૦ હજાર ડોલરની માતબર રકમ પડાવી હતી. પોલીસ સૂત્રોનું માનીએ તો પાર્થે સૌ પહેલા તો આ વૃદ્ધાને એક મેસેજ કરીને તેને એક ફોન નંબર પર કોલ કરવા જણાવ્યું હતું. વૃદ્ધાએ જ્યારે તે નંબર ફોન કર્યો ત્યારે પાર્થે જ તેના પર વાત કરી હતી, આ વૃદ્ધાને ડરાવવા માટે પાર્થે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને ટાર્ગેટને એવું કહ્યું હતું કે તેમના ફોન પર કેટલાક વાંધાજનક વિડીયો જાેવામાં આવ્યા છે.

પાર્થ પટેલે આ મહિલાને એવું કહીને ડરાવી હતી કે હવે આ કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે, અને જાે તેને પોતાનું નામ ક્લીયર કરાવવી હોય તો ૮૦ હજાર ડોલર ચૂકવવા પડશે.

પહેલા ગુજરાત અને પછી દિલ્હીમાં બોગસ કોલ સેન્ટર્સ દ્વારા હજારો અમેરિકન્સના લાખો ડોલર ઠગ્યા બાદ હવે આવા ગઠિયાએ સ્થાનિક પોલીસથી બચવા પોતાનું બધું કામકાજ અમેરિકામાં શિફ્ટ કરી દીધું છે.

હાલમાં જ અમેરિકાની સિક્યોરિટી એજન્સીઓ ઉપરાંત ભારતીય પોલીસે પણ આ કાંડમાં સંડોવાયેલા કેટલાક લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ દરમિયાન કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. એક સમયે અમેરિકન્સને ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવા માટે આવી ગેંગ્સ કેશ વાઉચરનો ઉપયોગ કરતા હતા.

જાેકે, હવે તે એટલા બેફામ બની ગયા છે કે તેઓ કેશ વાઉચરની કોઈ મગજમારીમાં પડ્યા વિના ટાર્ગેટના ઘરે જ પોતાના માણસો મોકલીને તેમની પાસેથી ડોલર પડાવી લે છે.

આવા જ એક કૌભાંડમાં અમેરિકાની પોલીસના હાથે ઝડપાયેલા જિલ પટેલ નામના સાઉથ કેરોલિનામાં રહેતા એક ગુજરાતી યુવકને ફેબ્રુઆરી ૨૦૨૩માં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.

જિલ ભાવિન પટેલ નામના એક શખસ વતી આ કામ કરતો હતો, તો બીજી તરફ ૧૭ જૂને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઘોડાસરમાંથી વસ્તલ મહેતા નામના એક યુવકની અન્ય ત્રણ લોકો સાથે ધરપકડ કરી હતી, આ તમામ લોકો અમેરિકાના નાગરિકોને ઠગવા માટે એક કોલ સેન્ટર ચલાવતા હતા, અને તેમણે લગભગ ૨ કરોડ ડોલર જેટલી મસમોટી રકમ લોકોને ડરાવી-ધમકાવીને પડાવી હતી. સૂત્રોનું માનીએ તો વત્સલ મહેતા યુગાન્ડા ઉપરાંત આપણા દેશના કેટલાક ભાગોમાંથી ઓપરેટ કરે છે, આ સિવાય તેણે અમેરિકામાં પણ માણસો રોકેલા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.