એજન્ટે મલેશિયા-સિંગાપોરના ટ્રિપના નામે ૪.૫૦ લાખ પડાવી લીધા
અમદાવાદ, વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે અમદાવાદના પરિવારને વિશ્વાસમાં લઈ લાખો રૂપિયા પડાવી લીધા છે. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે વસ્ત્રાપુરના ટ્રાવેલ એજન્ટે સૌથી પહેલા તો છાપામાં પોતાના કંપનીની જાહેરાત છપાવી હતી. ત્યારપછી સામેથી એક પરિવારે ગુજરાતી અખબારમાં આ જાહેરાત વાંચીને તેમાં ફોન કર્યો હતો.
આ ફોન કોલ આવતાની સાથે જ ટ્રાવેલ એજન્ટે પોતાની ગેમ શરૂ કરી દીધી હતી. વિવિધ દેશોમાં મોંઘી હોટલોમાં સ્ટે અને ટૂર પેકેજના ડિસ્કાઉન્ટની કહી તેણે લાખો રૂપિયાની ફી વસૂલ કરી લીધી હતી. જાેકે પરિવારે સાવચેતી રાખી ક્રોસ ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો અને મોટુ કૌભાંડ કરે એ પહેલા જ તેની સચ્ચાઈ સામે આવી ગઈ હતી.
મેમનગરના બિઝનેસમેન આશીષ રાવલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને સોમવારે એક ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે એક ગુજરાતી ન્યૂઝ પેપરમાં એડવર્ટાઈઝ છપાઈ હતી એના આધારે આ એજન્ટનો સંપર્ક સાધ્યો હતો. જેમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટૂર પેકેજને લઈને માહિતી આપવામાં આવી હતી.
એટલું જ નહીં આશીષ રાવલે પોતાના પરિવાર માટે મલેશિયા – સિંગાપોરની ટ્રિપ પ્લાન કરી હતી. જેના માટે તેઓ વસ્ત્રાપુર ઓફિસે ટ્રાવેલ એજન્ટ ભૂપેશ ઠક્કરને તથા તેમના ૨ સાથી કર્મચારી વંદના શર્મા અને નિલમ શર્માને મળ્યા હતા. અત્યારે શહેરમાં બોગસ એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે.
લોકો પાસેથી એડવાન્સમાં લાખો રૂપિયાની રકમ લીધા પછી તેઓ ઠેંગો બતાવી ભાગી જાય છે. આ દરમિયાન ભાડાની ઓફિસો રાખીને એજન્ટો ફ્રોડ આચરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આશિષ રાવલે પોલીસ ફરિયાદ નોંધાવી એમાં પણ ટૂર પેકેજ બૂક કરાવતા પહેલા અને એડવાન્સ પેમેન્ટ આપતા પહેલા શું ધ્યાન રાખવું જાેઈએ એનું દ્રષ્ટાંત મળે છે.
ફરિયાદમાં આશિષ રાવલે જણાવ્યું કે ત્યારપછી ભૂપેશ ઠક્કરે ૫.૧૬ લાખ રૂપિયા ૬ સભ્યોના પરિવારનો મલેશિયા – સિંગાપોર ટ્રિપનો ખર્ચો થશે એમ જણાવ્યું હતું. એજન્ટે આ દરમિયાન કહ્યું કે મારે એડવાન્સમાં પેમેન્ટ જાેઈશે. મલેશિયા-સિંગાપોરમાં શાનદાર હોટેલ રૂમ બૂક કરાવી આપીશ તથા અન્ય પ્રોસિજરમાં જ્યાં ફી ભરવી પડે એના માટે તમારે ૪.૫૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે.
આશિષ રાવલે વાત માનીને એડવાન્સમાં આ રકમ ચૂકવી દીધી હતી. તેવામાં ટ્રાવેલ એજન્ટ ભૂપેશ ઠક્કરે કહ્યું કે જૂન ૧૫થી ૧૮ માટે મલેશિયામાં મેં હોટેલ બૂક કરી દીધી છે, જ્યારે જૂન ૧૮થી ૨૧માં મેં સિંગાપોરમાં હોટેલ બૂક કરી લીધી છે.SS1MS