Western Times News

Gujarati News

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની હાલત ઘણી ખરાબ

અમદાવાદ, ગુજરાતના અંતરિયાળ ગામોમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કેટલી હદે ખરાબ છે તે અંગે IAS અધિકારી ધવલ પટેલના પત્ર બાદ શિક્ષણ વિભાગની ભારે ફજેતી થઈ છે.

ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને બહુ નબળું શિક્ષણ આપવામાં આવે છે તે બહાર આવ્યા પછી શિક્ષણ વિભાગ ઓચિંતું જાગ્યું છે અને આ અંગે રિપોર્ટ મગાવ્યો છે. વિરોધ પક્ષોએ પણ રાજ્યમાં શિક્ષણના નબળા સ્તર અંગે સરકારની ટીકા કરી છે. Poor condition of primary education in tribal areas of Gujarat

જિયોલોજી અને માઇનિંગ વિભાગના કમિશ્નર ધવલ પટેલે શિક્ષણ સચિવને લખેલા પત્રમાં જણાવ્યું છે કે કેટલીક સ્કૂલોમાં ધોરણ ૮માં ભણતા વિદ્યાર્થીઓ સરખી રીતે વાંચી પણ શકતા નથી. એક સ્કૂલમાં મોટા પાયે પરીક્ષામાં ચોરી થઈ હતી. અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ ‘દિવસ’ અને ‘અજવાળુ’ જેવા શબ્દોના વિરોધી પણ આપી શક્યા ન હતા. અમુક શાળાઓમાં પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ સાદા સરવાળા-બાદબાકી કરી શકતા નથી.

ધવલ પટેલને છોટા ઉદેપુર જિલ્લાની છ શાળાઓમાં પ્રવેશોત્સવનું કામ સોંપાયું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોમવારે જણાવ્યું કે તેમણે પટેલના નિરીક્ષણ અંગે રિપોર્ટ મગાવ્યો છે. પટેલે ૧૩ અને ૧૪ જૂને શાળાઓની મુલાકાત લઈને તેની પરિસ્થિતિ જાણીતી હતી.

શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આદિવાસી વિકાસ બાબતોનું મંત્રાલય પણ સંભાળે છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે પત્રકારને જણાવ્યું કે, “મેં મારા અધિકારીઓને આ અંગે એક વિગતવાર રિપોર્ટ આપવા માટે કહ્યું છે જેથી આપણે પરિવર્તન લાવી શકીએ. અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કેટલાક મુદ્દા છે. હું પણ આ વિસ્તારનો રહેવાસી છું. અહીં બાળકોના વાલીઓમાં પણ આ બાબતે જાગૃતિનો અભાવ જાેવા મળે છે.

અમે તેમને વધારે જાગૃત કરવા માટે પ્રયાસ કરીશું. ડિંડોરે કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને બીજા અધિકારીઓ સાથે આ ફીડબેકની સમીક્ષા કરવામાં આવી હતી. જે શાળાઓમાં શિક્ષણની ક્વોલિટી સારી નથી ત્યાં સુધારા કરવા માટે ત્રિમાસિક સમીક્ષા કરવામાં આવશે.

ધવલ પટેલના પત્ર અંગે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે આઈએએસ અધિકારીઓ અને બીજા અધિકારીઓને ફિલ્ડમાં મોકલવાનો હેતુ જે તે વિસ્તારમાં શિક્ષણમાં રહેલી ખામીઓને શોધીને તેનો ઉકેલ લાવવાનો છે. ૧૬ જૂને શિક્ષણ વિભાગને લખવામાં આવેલા પત્રમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે આદિવાસી બાળકોને આપવામાં શિક્ષણની ગુણવત્તા અત્યંત ખરાબ છે અને તેમણે છે છ શાળાની મુલાકાત લીધી તેમાંથી પાંચ શાળામાં બહુ ખરાબ સ્થિતિ છે.

બોડગામની શાળામાં વિદ્યાર્થીઓ સાવ સરળ શબ્દોના વિરોધી શબ્દ આપી શકતા ન હતા. ધોરણ ૮નું એક બાળક ભારતના નકશામાં ગુજરાત શોધી શક્યું ન હતું. બીજી કેટલીક શાળાઓમાં બાળકો ગુજરાતીમાં સરળ વાક્યો પણ સહેલાઈથી વાંચી શકતા ન હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.