Western Times News

Gujarati News

GETCOના કર્મચારીઓ પડતર પ્રશ્નો અંગે આકરા પાણીએ

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) જેટકોના કર્મચારીઓએ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ અંગે ન્યાયિક નિરાકરણ લાવવામાં જેટકો મેનેજમેન્ટ નિષ્ફ્ળ રહેતા જેટકો માં ફરજ બજાવતા કર્મીઓએ ન છૂટકે જેટકો મેનેજમેન્ટ સામે હડતાળરૂપી રણશિંગુ ફૂંકવાની જાહેરાત કરી છે

કાળી પટ્ટી ધારણ કર્યા પછી ૨૭ જૂને માસ સીએલ અને ૨૮ જૂનથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી ઉચ્ચારી છે ત્યારબાદ જીયુવીએનએલના ૪૦ હજાર કર્મીઓ પણ આ વિરોધમાં હડતાલમાં જાેડાશેની જાહેરાત કરવામાં આવી છે અરવલ્લી જીલ્લામાં જેટકોના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો

જેટકો મેનેજમેન્ટ કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નિષ્ફ્ળ રહેતા સોમવારે વડોદરામાં જીયુવીએનએલ મેનેજમેન્ટ સાથે જીઇબી એન્જીનીયર્સ એસો.ના હોદ્દેદારો દ્વારા બેઠક અને પ્રશ્નો અંગે મંત્રણા કરવામાં આવશે અને બેઠકમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો

મંગળવારે માસ સીએલ અને ૨૮ જૂનથી અચોક્કસ મુદતની હડતાલની ચીમકી જેટકો કર્મીઓએ ઉચ્ચારી છે જીબીયાનાં કર્મચારી અને અધિકારીઓ દ્વારા બિપરજાેય વાવાઝોડાનાં સમયે ઈજનેરો અને કર્મચારીઓ દ્વારા ખુબ જ સારી કામગીરી કરવામાં આવી હતી.

ઉપરાંત જામનગર, દ્વારકા, જૂનાગઢ, મોરબી, કચ્છ અને પાલનપુર જિલ્લામાં જેટકો તાબા હેઠળનાં ક્ષતિગ્રસ્ત તમામ સબ સ્ટેશનોને શૂન્ય પાવરમાંથી બહાર કાઢી સબસ્ટેશનનો વીજ પુરવઠો મહદ અંશે પુર્વવત કર્યો હતો.

આજદિન સુધી જીબીયાની લાંબા સમયની ન્યાયિક માગણીઓ મેનેજમેન્ટ દ્વારા સંતોષવામાં આવી નથી. જેનાં કારણે જીબીયા દ્વારા તા.૨૭ જૂન સુધી માસ સીએલ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તેમ છતાં આ સમયગાળા દરમિયાન મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક ર્નિણય નહીં લેવામાં આવે તો તા.૨૮થી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડવાની ફરજ પડશે. તેમ જેટકોના અરવલ્લીના કર્મીઓએ જણાવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.