સરગાસણ ટીપી-૭ના સર્વીસ રોડનાં દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો
ફરિયાદોના અંતે મનપા તંત્રએ ઝુંબેશ હાથ ધરાતાં રસ્તા ખુલ્લા થયા
ગાંધીનગર, ગાંધીનગર શહેરના કેટલાક માર્ગો ઉપર આડેધડ થઈ ગયેલા દબાણના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો કરવો પડતો હતો. આ અંગે ફરીયાદો ઉઠયા બાદ મનપા તંત્રએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરતા કેટલાક રસ્તા ખુલ્લા થયા હતાં.
ગાંધીનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા સરગાસણ વિસ્તારની નગરરચના યોજના નંબર ૦૭ ખાતે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમ્યાન આ વિસ્તારના સર્વીસ રોડ પર થયેલા દબાણોને દુર કરીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.
જેથી ટ્રાફીક સરળતાથી પસાર થવા લાગ્યો હતો. મનપા તંત્રના જણાવ્યા મુજબ સર્વીસ રોડ પર ગેરકાદેસર રીતે કરવામાં આવેલા દબાણો દુર કરી આશકા હોસ્પિટલની સામે આવવેલા કાંસથી રૂદ્રભુમી સરગાસણ સ્મશાન સુધીનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
આ વિસ્તારોમાં આવેલા ડીમાર્ટ પેન્ટાલુમ ઝુડીયો તેમજ અને શોપીગ સેન્ટર પાસે આવગમન કતા નાગરીકોને અગવડતા ઉભી ન થાય અને સંભવીત અકસ્માતોને નિવારી શકાય તે માટે દબાણ હટાવાવની કામગીરી કરવામાં આવી હતી.