DPS સ્કૂલની બહાર વિદ્યાર્થીઓનાં દેખાવો
અમને ભણવા દો સહિતના સૂત્રો લખેલાં બેનરો સાથે નાનાં બાળકો ઠંડીમાં શાળાની બહાર રસ્તા
|
અમદાવાદ: અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમના કારણે વિવાદમાં આવેલી ડીપીએસ સ્કૂલે નિયમોનો ભંગ કરી આશ્રમ માટે જગ્યા આપવા ઉપરાંત ખોટી રીતે માન્યતા લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવ્યા બાદ સેન્ટ્રલ બોર્ડે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી દેતાં ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓનો ભાવિ ધૂંધળુ બની ગયું છે.
વાલીઓ ચિંતિત બની ગયા છે અને ગઈકાલે પણ રજૂઆત કરી હતી. આ દરમિયાન કોઈ યોગ્ય ઉત્તર નહીં મળતાં તથા આ સમગ્ર બાબતમાં રાજ્ય સરકાર કશું કરી શકે તેમ નહીં હોવાથી ચિંતિત બનેલાં વાલીઓ આજ સવારથી જ ડીપીએસ સ્કૂલની બહાર એકત્ર થઈ ગયાં છે અને સ્કૂલમાં ભણતાં વિદ્યાર્થીઓએ બેનરો સાથે દેખાવો કરતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સતર્ક બન્યાં છે.
આ અંગેની વિગત એવી છે કે, હાથીજણ સ્થિત ડીપીએસ સ્કૂલની જમીન ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલાં નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખવા ઉપરાંત અનેક પ્રકારની ગંભીર ફરીયાદો થતાં ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગ સક્રિય બન્યું હતું અને આ અંગે સઘન તપાસ શરૂ કરાતાં આશ્રમ વિવાદમાં આવી ગયો હતો. પોલીસે આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી લીધી છે.
જ્યારે નિત્યાનંદની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. આશ્રમમાંથી તમામ સાધકો અને વિદ્યાર્થીઓ ગઈકાલે આશ્રમ ખાલી કરી બેંગ્લોર જવા રવાના થઈ ગયાં છે. વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને જમીન ગેરકાયદેસર રીતે ડીપીએસ સ્કૂલના સંચાલકોએ ભાડે આપી હતી જે અંગેની તપાસ શરૂ થતાં ડીપીએસ સ્કૂલે આચરેલી ગેરરીતીઓ બહાર આવતાં જ સેન્ટ્રલ બોર્ડના અધિકારીઓ સતર્ક બન્યાં હતાં.
રાજ્ય સરકારે આ અંગે સેન્ટ્રલ બોર્ડનું ધ્યાન દોર્યું હતું. જેનાં પરીણામે અધિકારીઓએ તપાસ કરતાં ડીપીએસ સ્કૂલના સંચાલકોએ ખોટા દસ્તાવેજા રજૂ કરી માન્યતા લીધી હોવાની વિગતો બહાર આવી હતી. આ ઉપરાંત અન્ય ગેરરીતીઓ પણ બહાર આવતાં શો કોઝ નોટીસ બહાર પાડવામાં આવી હતી. જેનો યોગ્ય ખુલાસો સંચાલકો કરી શક્યા નહતા. પરીણામે ડીપીએસ સ્કૂલની ધો.૧થી ૮ની માન્યતા રદ કરી દેવામાં આવી છે.
ચાલુ અભ્યાસક્રમે સ્કૂલની માન્યતા રદ કરી દેવાનાં નિર્ણયથી ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી ગયાં છે. છેલ્લાં ૨ દિવસથી સ્કૂલ બંધ હોવાનાં કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ ચિંતિત બની ગયાં છે. વાલીઓએ કરેલી ઉગ્ર રજૂઆતોનાં પગલે રાજ્ય સરકારે આ અંગે વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરંતુ હકીકત એ છે કે, આ સમગ્ર મામલામાં સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડ જ નિર્ણય લઈ શકે તેમ છે. જાકે, સેન્ટ્રલ બોર્ડના આ નિર્ણયમાં રાજ્ય સરકાર મદદરૂપ થઈ શકે તેમ છે.
જેથી હવે સેન્ટ્રલ બોર્ડના નિર્ણય ઉપર તમામની નજર મંડાયેલી છે. ગઈકાલે શાળાની બહાર વાલીઓ એકત્ર થયાં હતા અને ઉગ્ર રજૂઆતો પણ કરી હતી પરંતુ શાળામાં હાજર લોકોએ આ અંગે કોઈ ખાતરી નહીં આપતાં વાલીઓ મૂંઝવણમાં મૂકાયા હતાં. પોતાનાં બાળકોનું ભાવિ જાખમાતા આજે સવારથી વાલીઓ બાળકોને સ્કૂલ ડ્રેસમાં જ શાળાની બહાર આવી પહોંચ્યા છે અને સવારથી જ શાળાના તમામ વિદ્યાર્થીઓ હાથમાં બેનરો સાથે દેખાવો કરવા લાગ્યાં છે. શાળાનું કેમ્પસ આજ રહે પરંતુ સંચાલકો બદલીને વિદ્યાર્થીઓનું ભણતર આગે વધે તેવી માંગણી વાલીઓ કરી રહ્યાં છે. સેન્ટ્રલ બોર્ડના એક જ નિર્ણયથી ૮૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત બની ગયાં છે.
બીજી બાજુ માન્યતા રદ કર્યા બાદ સેન્ટ્રલ બોર્ડના અધિકારીઓની પણ બેઠકો યોજાઈ રહી છે અને ટૂંક સમયમાં જ આ અંગે કોઈ મહ¥વપૂર્ણ નિર્ણય લેવાય તેવું મનાઈ રહ્યું છે. પરંતુ આજે સવારથી જ ડીપીએસ સ્કૂલની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ એકત્ર થઈ ગયાં હતાં વાતાવરણ ઉગ્ર જાવા મળ્યું છે.
શાળાની બહાર સવારથી જ એકત્ર થયેલાં કેટલાંક વાલીઓ પોતાનાં સંતાનોનાં ભણતરને લઈ ખૂબ જ વ્યથિત જાવા મળતાં હતાં. આ ઉપરાંત ઠંડીની ઋતુમાં પણ બાળકો હાથમાં બેનરો સાથે દેખાવો કરતાં આસપાસનાં લોકો પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા છે. વૈક્લિપક વ્યવસ્થા આપ્યા વગર જ શાળાની માન્યતા રદ કરી દેવાનાં સેન્ટ્રલ બોર્ડના નિર્ણયથી વાલીઓમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
જાકે, બીજીબાજુ વિદ્યાર્થીઓનાં હિતમાં ટૂંક સમયમાં સેન્ટ્રલ બોર્ડ યોગ્ય નિર્ણય લેશે તેવું જાણવા મળ્યું છે. આજે સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓનાં દેખાવનાં પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચી ગયા છે અને સમગ્ર કેમ્પસમાં પોલીસ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.