ફરાર આરોપીની કડી પોલીસે ધરપકડ કરી
મહેસાણા, મહેસાણા જિલ્લાની કડી પોલીસે મંગળવારે પૂર્વ પ્રેમિકા પર બળાત્કાર અને હુમલો કરવાના આરોપમાં ૨૦ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેણે યુવતી સાથે બળાત્કાર કર્યા બાદ કડી-દેત્રોજ રોડ પર ચાલતી કારમાંથી ફેંકી દીધી હતી, કારણ કે તેણીએ તેની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી.
સમગ્ર મામલે પોલીસે આરોપી સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે મહેસાણાના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આર્યન ચાવડાએ લગભગ છ મહિના પહેલા ૧૯ વર્ષની મહિલા સાથે મૈત્રી-કરાર (લિવ-ઇન એગ્રીમેન્ટ) પર હસ્તાક્ષર કર્યા હતા.
અધિકારીના જણાવ્યા અનુસાર ચાવડા સામે તાજેતરમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જ્યારે મહિલાને આ વિશે જાણ થઈ, ત્યારે તેણે તેને કહ્યું કે તે તેની સાથે સંબંધ ચાલુ રાખશે નહીં. ચાવડા ૨૪ જૂનના રોજ સાંજે યુવતીને ઘરે ગયો હતો અને તેણીને કહ્યું હતું કે તે તેને છેલ્લી વાર મળવા માંગે છે ત્યારબાદ તે તેની સાથે કોઈ સંબંધ નહીં રાખે. જેથી પ્રેમિકા પણ તેને મળવા સંમત થઈ અને તેની એસયુવીમાં તેની સાથે ઘરેથી ગઈ.
ચાવડા તેને કડીમાં એક કોલેજ નજીક એકાંત સ્થળે લઈ ગયો, જ્યાં તેણે તેના પર બળાત્કાર અને હુમલો કર્યો. ચાવડાએ તેના વાળ પણ કાપી નાખ્યા અને પછી તેને ચાલતી એસયુવીમાંથી અર્ધ નગ્ન અવસ્થામાં ફેંકી દીધી હતી. કડી પોલીસે જણાવ્યું હતું કે મહિલા રસ્તા પર અર્ધ નગ્ન હાલતમાં મળી હતી અને સ્થાનિક લોકો દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
બે દિવસથી નાસતા ફરતા ચાવડા સામે કડી પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. સોમવારે રાત્રે કડી પોલીસની ટીમે તેને કડી શહેરના કરણનગર રોડ પરથી પકડી લીધો હતો અને હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS