જન્મ-મરણની નોંધણી માટે આધાર કાર્ડ ફરજિયાત નહીં
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે એક મોટો ર્નિણય લીધો છે. હવેથી જન્મ અને મૃત્યુના રજિસ્ટ્રેશન માટે આધાર ઓથેન્ટિકેશનને મંજૂરી આપી દેવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ઓફિસને આ મામલે આધારના ડેટાબેઝના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે.
જેનાથી હવે રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ આપવાની જરૂર નહીં રહે. અહેવાલ અનુસાર ગૃહ મંત્રાલયે એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયની સાથે સાથે વસતી ગણતરી કમિશનર પર આ પ્રકારના રજિસ્ટ્રેશન કે નોંધણી માટે આધાર ઓથેન્ટિકેશન ને સ્વીકારે.
તેની પાછળ સરકારનો ઉદ્દેશ્ય સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ અને જીવનને સરળ બનાવવાનો છે જેના માટે ભારતીયોને શ્રેષ્ઠ રહેણીકરણી મળી શકે.
જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રેશન એક્ટ ૧૯૬૯ હેઠળ કહેવાયું છે કે નિયુક્ત રજિસ્ટ્રારને રિપોર્ટિંગ ફોર્મ જન્મ કે મૃત્યુમાં માગવામાં આવેલી અન્ય વિગતો સાથે લેવામાં આવી રહેલ આધાર નંબર વેરિફિકેશન માટે સ્વૈચ્છિક આધાર પર હાં કે ના આધાર પ્રમાણિકરણ કરવાની મંજૂરી અપાશે.