Western Times News

Gujarati News

ગુજરાતમાં ઇમરજન્સી પ્લેન લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે

દેશમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય

(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે. Such airstrips are being prepared for emergency plane landing in Gujarat

હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને ભૌગોલિક જરૂરિયાતો અનુસાર નેશનલ હાઈવેને રનવે તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ માટે કેન્દ્ર સરકાર દેશભરમાં નેશનલ હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવામાં આવી રહી છે જેથી ઈમરજન્સી દરમિયાન ફાઈટર જેટ લેન્ડ થઈ શકે.

દ્વારકા નજીક લીંબડી-ખંભાળિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દાત્રાણા અને જવાનપુર ગામો વચ્ચેના પાંચ કિલોમીટરના પટને ઇમરજન્સી લેન્ડિંગ એરસ્ટ્રીપ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે.

ખાસ કરીને દેશના સરહદી રાજમાર્ગો પર એરસ્ટ્રીપ બનાવવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે કટોકટીની સ્થિતિમાં હાઈવે પર ટ્રાફિકની અવરજવર બંધ કરી દેવામાં આવશે અને હાઈવે પર બનેલી એરસ્ટ્રીપનો ઉપયોગ ફાઈટર જેટ માટે કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ માટે દેશભરમાં હાઈવે પર ૩૫ એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરથી લઈને દેશના અનેક રાજ્યોમાં યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. જેમાંથી ૧૫ જેટલા કામો પૂર્ણ થયા છે જ્યારે હજુ કેટલીક એરસ્ટ્રીપ્સ છે જેના માટે એરફોર્સ પાસેથી મંજૂરી લેવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે આ માટે વડાપ્રધાન મોદીને પણ વિનંતી કરી છે. જેથી એરસ્ટ્રીપ બનાવવામાં કોઈ અડચણ ન આવે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.