મ્યુનિ. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવતા એસીડીક વોટર મામલે કમિશ્નર લાલઘુમ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં તાજેતરમાં થયેલ વરસાદ દરમિયાન પાણી ભરાવાના નવા નવા સ્પોર્ટ બહાર આવી રહયા છે જે સ્થળેથી પાણીનો નિકાલ થવામાં ઘણો જ વિલંબ થઈ રહયો છે. Mun. Commissioner angry about acidic water coming to Suez treatment plant
તદઉપરાંત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ કેમિકલયુક્ત એસીડીક વોટર સતત આવી રહયા છે જે મામલે વિકલી રિવ્યુ બેઠકમાં કમિશ્નરે જવાબદાર અધિકારીઓને આડે હાથે લીધા હતા તેમજ પરિણામમાં સુધારો નહી આવે તો તેની સજા પણ ફીકસ કરવામાં આવશે તેવી ચેતવણી આપી હતી. જયારે મ્યુનિ. વિપક્ષી નેતાએ ફેકટરીઓના ગેરકાયદેસર જાેડાણ માટે અધિકારીઓ રૂા.૧ કરોડનો હપ્તો લેતા હોવાનો સીધો આક્ષેપ કર્યો છે.
મ્યુનિ. કમિશ્નરના અધ્યક્ષપદે દર અઠવાડિયે મળતી રિવ્યુ બેઠકમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મામલે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝોનના એડીશનલ ઈજનેરોનો કમિશ્નરે ઉધળો લીધો હતો. મુખ્યત્વે આ ત્રણ ઝોનમાંથી જ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કેમિકલવાળા પાણી આવે છે અને જેના કારણે નદી પ્રદુષિત થઈ રહી છે
મીટીંગ દરમિયાન દક્ષિણ ઝોનના પ્રતિનિધિએ ગેરકાયદેસર ૩૧ જાેડાણ કાપ્યા હોવાનો દાવો કર્યો હતો જેના કારણે કમિશ્નર વધારે ગુસ્સે થયા હતા તેમજ અત્યાર સુધી આ જાેડાણ ચાલુ શા માટે રહયા હતા તેવો વેધક પ્રશ્ન પણ કર્યો હતો. મ્યુનિ. કમિશ્નરે આ ત્રણ ઝોનના એડિશનલ ઈજનેરોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે
જાે આગામી ૧૦-૧પ દિવસમાં પરિણામમાં સુધારો નહી આવે તો મારી એક અલગ ટીમ આ બાબતે કામ કરશે અને તેમાં તમારી કોઈ ભુલ જણાશે તો તેની સજા હું ફિકસ કરીશ. વિકલી મીટીંગમાં વરસાદી પાણીના ભરાવા મામલે પણ કમિશ્નરે રોષ વ્યકત કર્યો હતો.
પ્રિ-મોન્સુન પ્લાન દરમિયાન ઈજનેર વિભાગ દ્વારા જે વોટર લોબીંગ સ્પોટ જાહેર કરવામાં આવ્યા હતા તે સિવાય અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતાં તેથી આ મામલે વોર્ડના એડીશનર ઈજનેરને કંટ્રોલરૂમ સાથે સંપર્કમાં રહેવા સુચના આપી હતી.
મ્યુનિ. કોંગ્રેસ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે સાબરમતી નદીમાં છોડવામાં આવતા પ્રદુષિત પાણીનો વીડિયો વાયરલ કરી જણાવ્યું હતું કે દાણીલીમડા, બહેરામપુરામાં અંદાજે ૭પ૦ જેટલી નાની મોટી ફેકટરીઓ છે આ ફેકટરીઓના દેખાવ ખાતર સીલ લગાવવમાં આવે છે
ત્યારબાદ દર મહિને રૂા.૧ કરોડનો હપ્તો લઈ સીલ ખોલી આપવામાં આવે છે અને કેમિકલયુક્ત પ્રદુષિત પાણી સાબરમતી નદીમાં જાય છે. એક તરફ નદીને સ્વચ્છ કરવા માટે કરોડોનો ખર્ચ થઈ રહયો છે જયારે બીજી તરફ અધિકારીઓ મોટા હપ્તા લઈ નદીને પ્રદુષિત કરી રહયા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.