સાણંદમાં માઈક્રોન ચીપ મેન્યુફેકચરીંગ કરશે: 20 હજાર લોકોને રોજગાર મળશે
USAની ચીપ મેકર માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે એમઓયુ
અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની આ સફળ મુલાકાતની ફલશ્રુતિ રૂપે માઇક્રોન ટેક્નોલોજી દ્વારા ર.૭પ બિલીયન યુ.એસ. ડોલર એટલે કે રૂ. રર,પ૦૦ કરોડ કરતાં વધુના રોકાણથી ગુજરાતના સાણંદમાં આ ફેસેલીટી શરૂ કરવામાં આવશે. MoU signed between Micron and Govt of Gujarat.
વિશ્વભરમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર અને મોટી કંપનીઝમાંની એક એવી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી અને ગુજરાત સરકાર વચ્ચે આ સંદર્ભમાં ઐતિહાસિક MoU ગાંધીનગરમાં સંપન્ન થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં આ MoU પર ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરા અને માઇક્રોનના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ગુરૂશરણ સિંઘે હસ્તાક્ષર કર્યા હતા.
Historic day for India…
Thanks to PM @narendramodi Ji’s comprehensive semiconductor mission.MoU signed between Micron and Govt of Gujarat. pic.twitter.com/fF7zVuwAp5
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 28, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશાદર્શનમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી-ર૦રર-ર૭ ગત વર્ષ સપ્ટેમ્બર-ર૦રર માં જાહેર કરવામાં આવેલી છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આર્ત્મનિભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળવત્તર બનાવતી આવી પોલિસી ઘડનારૂં ગુજરાત દેશનું એક માત્ર રાજ્ય છે.
એટલું જ નહિ, રાજ્યમાં ડોમેસ્ટીક સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ઇકો સિસ્ટમને વેગ આપવા આ પોલિસીમાં વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં આકર્ષવા અને જરૂરી તમામ સહકાર આપવાના હેતુથી રાજ્ય સરકારે એક ડેડિકેટેડ સંસ્થા ‘ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનની સ્થાપના કરી છે.
આ પ્રોજેક્ટની સ્થાપનાથી ભારતના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે મોટો બદલાવ આવશે. પાંચ હજાર પ્રત્યક્ષ અને ૧પ હજાર પરોક્ષ મળી કુલ ર૦ હજાર રોજગારીનું સર્જન થશે.