Western Times News

Gujarati News

અમદાવાદની સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ત્રિધ્યા ટેકની IPOમાંથી 26.41 કરોડ એકત્ર કરવાની યોજના

પ્રતિકાત્મક

કંપનીની રૂ. 35-42ના પ્રાઇસ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 62.88 લાખ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવાની યોજના ધરાવે છે; એનએસઈના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ કરશે

અમદાવાદ, અમદાવાદ સ્થિત અગ્રણી સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ત્રિધ્યા ટેક લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 26.41 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે જે 30 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે.

કંપની પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ અસુરક્ષિત અને સુરક્ષિત લોનની પુનઃચૂકવણી તથા કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે સામાન્ય કોર્પોરેટ હેતુઓ અર્થે કરવાની યોજના ધરાવે છે. Tridhya Tech Ltd plans to raise up to Rs. 26.41 crores from its Public Issue which opens on June 30, 2023

આઈપીઓ બાદ કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ઇન્ટરેક્ટિવ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ઇશ્યૂના લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 5 જુલાઈએ બંધ થશે.

Mr. Ramesh Marand, Managing Director, Tridhya Tech

આઈપીઓમાં શેર દીઠ રૂ. 35-42ના પ્રાઇસ બેન્ડ (ઇક્વિટી શેર દીઠ રૂ. 25-32ના પ્રીમિયમ સહિત) પર રૂ. 10 ફેસ વેલ્યુના 62.88 લાખ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 26.41 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે.

અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 3,000 શેર છે જેનું મૂલ્ય અરજી દીઠ લઘુત્તમ અરજી રકમ રૂ. 1.05 – રૂ. 1.2 લાખ જેટલું થાય છે. આઈપીઓના ભાગ રૂપે રિટેલ રોકાણકાર અને એચએનઆઈ ક્વોટા અનુક્રમે ઇશ્યૂના મહત્તમ 35% અને 15% રાખવામાં આવે છે જ્યારે ક્યુઆઈબી ક્વોટા ઇશ્યૂના મહત્તમ 50% પર રાખવામાં આવે છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ 3,15,000 ઇક્વિટી શેર છે.

2018માં સ્થાપિત ત્રિધ્યા ટેક લિમિટેડ એક ફુલ-સર્વિસ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની છે જે ટેક્નોલોજી સશક્તિકરણમાં વિશ્વાસ રાખે છે અને તેની સર્વિસીઝ ઈકોમર્સ, વેબ અને મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે પૂરી પાડે છે.

અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતી, કંપની વૈશ્વિક ગ્રાહકોને તેમના વ્યવસાયના વિચારને દોષરહિત સેવાઓ દ્વારા ક્રાંતિ લાવવામાં મદદ કરીને સેવા આપે છે અને ઈ-કોમર્સ, રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ, વીમા અને અન્ય ક્ષેત્રો જેવા ઉદ્યોગોને આઈટી કન્સલ્ટન્સી સેવાઓ પૂરી પાડે છે.

ત્રિધ્યા ટેક લિમિટેડના શ્રી રમેશ મરંડે જણાવ્યું હતું કે, “કંપનીએ અમારા ફૂટપ્રિન્ટ્સ અને સર્વિસીઝના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પહેલ કરી છે. કંપની વૈશ્વિક સ્તરે ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ ટેક સોલ્યુશન્સ પ્રદાન કરવા માટે શ્રેષ્ઠ ટેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટ સ્પેસમાં અગ્રણી કંપનીમાંની એક બનવાનું વિઝન ધરાવે છે.

અમને વિશ્વાસ છે કે સૂચિત પબ્લિક ઇશ્યૂ પછી અમે અમારી વૃદ્ધિ વ્યૂહરચના એવી રીતે અમલમાં મૂકી શકીશું કે જે તમામ હિતધારકો માટે મહત્તમ મૂલ્યનું સર્જન થાય. ઇશ્યૂની કાર્યવાહી કંપનીની બેલેન્સ શીટને વધુ મજબૂત બનાવશે અને તેની વ્યૂહાત્મક વૃદ્ધિની પહેલને ભંડોળ આપવામાં મદદ કરશે.”

કંપનીની નાણાંકીય કામગીરીએ વર્ષોથી નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, જે નોંધપાત્ર વૃદ્ધિ અને સ્થિરતા દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપનીએ કુલ રૂ. 14.07 કરોડની આવક અને રૂ. 3.39 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે, કંપનીએ કુલ રૂ. 15.08 કરોડની આવક નોંધાવી હતી

અને રૂ. 2.85 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. ડિસેમ્બર 2022 સુધીમાં કંપનીની નેટ વર્થ રૂ. 20.30 કરોડ, કુલ સંપત્તિ રૂ. 59.69 કરોડ અને અનામત અને સરપ્લસ રૂ. 18.60 કરોડ છે. પ્રમોટર ગ્રૂપ શેરહોલ્ડિંગ ઇશ્યૂ પહેલાં 80.8% છે જે ઇશ્યૂ પછી 58.98% હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.