Western Times News

Gujarati News

ક્રેડિટ કાર્ટ દ્વારા વિદેશી ખર્ચ પર કોઈ TCS કપાશે નહીં

પ્રતિકાત્મક

ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરાયેલું પેમેન્ટ એલઆરએસ એટલે કે લિબ્રલાઈઝ્‌ડ રેમિટેન્સ યોજના હેઠળ આવશે નહીં

નવી દિલ્હી, વિદેશી ખર્ચ અને ટીસીએસ અંગે મોટી ખબર સામે આવી રહી છે. જેનાથી વિદેશમાં ફરવા જનારને મોજ પડી શકે છે. હવે ક્રેડિટ કાર્ટ દ્વારા વિદેશી ખર્ચ પર કોઈ ટીસીએસ એટલે કે ટેક્સ અટ સોર્સ કપાશે નહીં.

સરકારે આ માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશમાં કરવામાં આવેલુ પેમેન્ટ એલઆરએસ એટલે કે લિબ્રલાઈઝ્‌ડ રેમિટેન્સ યોજના હેઠળ આવશે નહીં. વાર્ષિક ૭ લાખ સુધીના વિદેશી ખર્ચ પર કોઈ ટીસીએસ લાગશે નહીં.

નાણા મંત્રાલયે કહ્યુ કે પ્રતિ વ્યક્તિ ૭ લાખ રૂપિયા સુધી વાર્ષિક એલઆરએસ હેઠળ વિદેશી ટૂર પેકેજ પર ખર્ચની ચૂકવણી કોઈ પણ પ્રકારે કરી હોય તેની પર કોઈ ટીસીએસ આપવુ પડશે નહીં. જાેકે, ૭ લાખથી વધુના રેમિટેન્સ પર વધુ ટીસીએસ લાગુ થશે. ક્રેડિટ કાર્ડના ઉપયોગથી વિદેશી રેમિટેન્સ પર કોઈ ટીસીએસ લાગશે નહીં.

નાણા મંત્રાલયે ૧ જુલાઈથી લાગુ થતા ટીસીએસ નિયમને વધારી દીધા છે. હવે વધેલુ ટીસીએસ ત્રણ મહિના આગળ વધારી દેવાયુ છે. લોકોને ૭ લાખથી વધુના વિદેશી ખર્ચ પર ૧ ઓક્ટોબરથી ટીસીએસ આપવુ પડશે. નવા ટીસીએસ દર ૧ ઓક્ટોબરથી લાગુ થશે.

નાણા મંત્રાલયે માર્ચમાં એલાન કર્યુ હતુ કે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પણ એલઆરએસ હેઠળ લાવવામાં આવશે પરંતુ હવે નાણા મંત્રાલયે પોતાના આ ર્નિણયને હોલ્ડ પર રાખ્યો છે. સરકારે આ નિયમમાં પરિવર્તન કરતા જણાવ્યુ કે વિદેશોમાં ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી લેણદેણ હવે એલઆરએસ હેઠળ આવશે નહીં એટલે કે આ ખર્ચ પર કોઈ પણ ટેક્ટ એટ સોર્સ લાગશે નહીં. હવે એક ઓક્ટોબર ૨૦૨૩થી વિદેશોમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચ ટીસીએસ ફ્રી રહેશે.

સરકાર વિદેશી ખર્ચ પર ૧ જુલાઈથી એલઆરએસ યોજના હેઠળ ૨૦% ટીસીએસ કાપવાની યોજના બનાવી રહી હતી પરંતુ હવે ૭ લાખ સુધીનો વાર્ષિક વિદેશી રેમિટેન્સ ટીસીએસ ફ્રી રહેશે. ૧ જુલાઈથી લાગુ થતા આ નિયમને સરકારે ૩ મહિના માટે વધારી દીધો છે. હવે નવા ટેક્સ દર ૧ ઓક્ટોબરથી લાગુ થશે. સરકારે વિદેશમાં ફરતા લોકોને મોટી ભેટ આપતા આને ૩ મહિના માટે વધાર્યો છે. ૧ ઓક્ટોબરથી લોકોને વિદેશી ખર્ચ પર ૫%ના બદલે ૨૦% ટીસીએસ આપવો પડશે.

સરકારે લોકોની ટૂસીએસ રેટમાં ઘટાડાની માગને ઠુકરાવી દીધી છે. સરકારે કહ્યુ કે ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશોમાં ગમે તેટલા રૂપિયામાં ટ્રાન્ઝેક્શન પર કોઈ ટીસીએસ રેટમાં કોઈ ઘટાડો થશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યુ છે કે વિદેશી ટૂર પેકેજ સહિત વિદેશોમાં રૂપિયા મોકલવા માટે ૨૦ ટકા ટીસીએસ કાપવામાં આવશે.

આ નવો નિયમ ૧ ઓક્ટોબરથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે સરકારના આ ર્નિણયને લાગુ કરવા પાછળ નાણા મંત્રાલયે કહ્યુ કે ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડથી વિદેશમાં કરવામાં આવતો ખર્ચ ભારતીય રિઝર્વ બેન્કના એલઆરએસ (લિબરેલાઈઝ્‌ડ રેમિટન્સ સ્કિમ) હેઠળ લાવવા માટે કરવામાં આવ્યો છે.

ફેમા કાયદામાં પરિવર્તનનો હેતુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી મોકલવામાં આવતી રકમના ટેક્સ સાથે જાેડાયેલા પાસાઓમાં સમાનતા લાવવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.