સોનિપતમાં નૂડલ્સ ખાવાથી ચારને અસર- બે બાળકનાં મોત
બાળકોનાં મોત બાદ માતાની તબિયત અચાનક લથડતાં હોસ્પિટલમાં દાખલઃ મામલામાં પોલીસે તપાસ હાથ ધરી
હરિયાણા, સોનીપતમાં વેસ્ટ રામનગર સ્થિત માયાપુરી કોલોનીમાં રાત્રે નૂડલ્સ ખાવાથી એક પરિવારના બે બાળકોની હાલત બગડી ગઈ. પરિવારજનોએ મોડી રાત્રે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા, જ્યાંથી તેમને પ્રાથમિક સારવાર બાદ હાયર સેન્ટર રેફર કરી દેવાયા.
પરિજન તેમને એક પ્રાઈવેટ હોસ્ટિપલમાં લઈ ગયા, જ્યાં ભાઈ-બહેનનું મોત નીપજ્યુ. ઘટના બાદ બાળકોની માતાની પણ હાલત બગડી ગઈ. સાથે જ તેમના મોટા ભાઈને પણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
માયાપુરી કોલોની નિવાસી પરિવારે બુધવારે રાત્રે પરોઠા અને બાદમાં નૂડલ્સ ખાધા હતા. નૂડલ્સ પાડોશની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા. રાત્રે પરિવારના તમામ લોકો ભોજન અને નૂડલ્સ ખાઈને સૂઈ ગયા. મોડી રાત્રે લગભગ એક વાગ્યે પરિવારની ૭ વર્ષીય પુત્રી અને ૫ વર્ષીય પુત્રની હાલત બગડી ગઈ.
જેના કારણે બંને બાળકોને હોસ્પિટલ સોનીપતમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની હાલતમાં સુધારો ન થવાના કારણે બંનેને હાયર સેન્ટર રેફર કરી દેવાયા.
ઘટના બાદ બાળકોની માતાની હાલત બગડી ગઈ. બે બાળકોના મોતના કારણે તેઓ બેભાન થઈ ગયા. તેમને પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ઘટનાની માહિતી બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.