જંબુસર ખાતે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રતીક જન્મોત્સવ ઉજવાયો
ભરૂચ: જંબુસર બી.એસ.પી.એસ સંસ્થા દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે.હાલ પ્રમુખ સ્વામી મહારાજ નો ૯૮ મોં પ્રતીક જન્મોત્સવ ની ઉજવણી પ્રગટ ગુરુહરિમહંત સ્વામી મહારાજ ની પ્રેરણા થી સ્વામી નારાયણ મંદિર ખાતે કરવામાં આવી તથા બાપા ના જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ નું સુંદર આયોજન એચ.ડી.એફ.સી બેન્ક તથા એસ.એસ.જી ના સહયોગ થી આયોજન કરવામાં આવતા તેનું નગર પાલિકા ના પ્રમુખ કૌશલ્યાબેન ડૂબે દ્વારા દીપ પ્રાગટ્ય થી કરાયું હતું.
જેમાં ૫૬ જેટલા રક્તદાતાઓ એ ઉત્સાહ પૂર્વક રક્તદાન કર્યું હતું. ઉત્સવ સભા ના વક્તા તરીકે પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામી પધારી સૌ હરિભક્તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ની ગુણ ગૌરવ ગાથા વર્ણવી વિશ્વ ની અંદર સંત અને ભગવાન દયા ના સાગર છે.દુઃખ ની અંદર થી સુખી થવાના ના માર્ગે લઈ જવા માટે ભગવાન સ્વામી નારાયણે દરેક ને ઊગાર્યા છે.ભગવાન અને સંત જીવન બદલી નાખે છે.જેટલો ભગવાન નો મહિમા છે તેટલો સંત નો મહિમા છે.ભગવાન નો પરિચય કરાવી શકે તેમના સ્વરૂપ નું દર્શન,પ્રતીતિ કરાવે તે સંત પ્રમુખ સ્વામી એ સાક્ષાત મહારાજ નું સ્વરૂપ છે અને તેમની કરુણાગંગા માં સ્નાન કરવું જોઈએ આ સહીત લોગો છે પ્યારા પ્રમુખ સ્વામી કીર્તન અંગે પ્રસંગોચિત વર્ણન અને જીવન ગૌરવ ગાથા ના પ્રસંગો વર્ણવ્યા હતા.