પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા ૨૦૦૦ કરોડનું રોકાણ કરશે
આ એકમ દેશમાં ૮ પ્લાન્ટની પીએન્ડજી ઈન્ડિયાની મોજૂદ ઉત્પાદન પહોંચની ટોચ પર નિર્માણ કરાશે
અમદાવાદ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં નવું અત્યાધુનિક પર્સનલ હેલ્થકેર ઉત્પાદન એકમ સ્થાપવા માટે રૂ. ૨૦૦૦ કરોડનું રોકાણ કરવાની ઘોષણા કરવામાં આવી હતી. આ રોકાણ ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મિટિંગમાં પીએન્ડજી ઈન્ડિયાના સીઈઓ એલવી વૈદ્યનાથન દ્વારા કરવામાં આવી હતી.
આ એકમ દેશમાં ૮ પ્લાન્ટની પીએન્ડજી ઈન્ડિયાની મોજૂદ ઉત્પાદન પહોંચની ટોચ પર નિર્માણ કરાશે અને ગુજરાતમાં મોજૂદ હાજરીને વિસ્તારશે. પીએન્ડજીએ અમદાવાદના સાણંદમાં ૨૦૧૫થી અત્યાધુનિક ઉત્પાદન એકમ શરૂ કરી દીધું છે.
નવું અત્યાધુનિક ઉત્પાદન એકમ ખાસ કરીને ડાઈજેસ્ટિવ્ઝ સહિત પીએન્ડજીની વૈશ્વિક હેલ્થકેર પ્રોડક્ટના પોર્ટફોલિયોનો હિસ્સો પ્રોડક્ટોનું ઉત્પાદન કરશે. આ એકમ આગામી થોડાં વર્ષોમાં કાર્યરત થશે અને વૈશ્વિક સ્તરે પીએન્ડજી માટે નિકાસ કેન્દ્ર બનવા માટે સુસજ્જ છે, કારણ કે તે પીએન્ડજી ઈન્ડિયાને દુનિયાભરના ગ્રાહકોને સેવા આપવામાં મદદ કરશે.
આ રોકાણ સાથે પીએન્ડજી ઈન્ડિયા સેંકડો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ નોકરીઓ નિર્માણ કરવામાં મદદ કરીને સ્થાનિક અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રીતે ગતિ આપશે. આ રોકાણ પીએન્ડજીની ભારતના વૃદ્ધિના પ્રવાસમાં ભાગીદારી પર એકધારી એકાગ્રતા
અને તેના ગ્રાહકો, ઉપભોક્તાઓ અને સમુદાયની જરૂરતોને ઉત્તમ રીતે પહોંચી વળવા માટે તેની સપ્લાય ચેઈનની સતત ઉત્ક્રાંતિ અને પરિવર્તન કરવા માટે તેની કટિબદ્ધતા દર્શાવે છે. ફક્ત એક દાયકામાં પીએન્ડજીએ દેશમાં તેની કામગીરીઓ થકી લગભગ રૂ. ૮૨૦૦ કરોડ (૧ અબજ યુએસ ડોલર)નું રોકાણ કર્યું છે.
નવું એકમ ગુજરાતના સાણંદમાં ૫૦,૦૦૦ સ્ક્વેરમીટર વિસ્તારમાં પથરાયેલું છે. તે ડાઈજેસ્ટિવ વેલનેસ અવકાશમાં ઉત્કૃષ્ટ પ્રોડક્ટોનું ઉત્પાદન કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે અને ઈન્ડસ્ટ્રી ૪.૦ની આધુનિક સંકલ્પનાને આધારે સંપૂર્ણ સ્વયંચાલિત બને તે રીતે તૈયાર કરાયું છે.
આ સંકલ્પનામાં ગુણવત્તાની તપાસ, મટીરિયલ મુવમેન્ટ માટે રોબોટિક ઈક્વિપમેન્ટ અને ઓફરેટર કોકપિટ્સ માટે નવીનતમ વિઝન સિસ્ટમ્સ સહિત ભવિષ્યલક્ષી ટેકનોલોજી કામે લગાવવામાં આવી છે. ઉપરાંત એકમ કામગીરી સંબંધમાં કોઈ પણ આવશ્યક કામો પૂર્ણ કરવા માટે લિંગ અથવા અભિમુખતા ગમે તે હોવા
છતાં તેમને અમારા શોપ ફ્લોર્સમાં સમાનતા અને સમાવેશકતા પ્રેરિત કરવાની અમારી મહત્ત્વાકાંક્ષા પ્રત્યે અભિમુખતા તરીકે કામ કરશે. આ રોકાણ અનલિસ્ટેડ ખાનગી કંપની થકી નિયોજિત કરાયું છે અને ભારતમાં પીએન્ડજી ગ્રુપની કોઈ પણ લિસ્ટેડ પબ્લિક કંપનીઓ પર પ્રભાવ નહીં પાડે.