એવું તે શું થયું કે બે સગી બહેનોએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યો
અંકલેશ્વર, અંકલેશ્વરના વિરાટનગર પાસે ધુળ બીહારની અને હાલ અંકલેશ્વર ખાતે રહેતી બે સગી બહેનોએ અગમ્ય કારણોસર રેલવે ટ્રેક પર લોકશકિત સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેન આગળ પડતું મુકી આપઘાત કરી લેતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
રેલવે પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેરની શ્રીધર સોસાયટીમાં મુળ બિહારના નાલંદા જીલ્લાનો રાકેશ વિનોદ પ્રશસાદ તેની પત્ની સાથે રહે છે. રર વર્ષીય પત્ની સુરુચી કુમારી અને તેની ૧૯ વર્ષીય નાની બહેન સીમા કુમારી સંતોષકુમાર મહોતો રહેવા આવી હતી. જે બંને અચાનક ગત રાત્રીએ ગુમ થઈ હતી.
જે અંગે તેના પતી રાકેશ પ્રસાદે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકે બંને બહેનો લાપત્તા થઈ હોવાની જાણ કરી હતી. દરમ્યાન અંકલેશ્વર રેલવે સ્ટેશનની ભરૂચ જતા રેલવે ટ્રેક પર રાત્રીના અરસામાં લોકશકિત સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ રહી હતી.
તે દરમ્યાન ઓએનજીસી બ્રીજ નજીક આવેલ વિરાટનગર સામે ટ્રેન આગળ સુરુચી કુમારી પ્રસાદ અને સીમા કુમારી મહેતોએ પડતું મુકી આપઘાત કરી લીધો હતો. જે અંગે અંકલેશ્વર રેલવે પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો. અને બંને બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા હતા.
દરમ્યાન રેલવે પોલીસે આસપાસના વિસ્તારમાં પરીવારજનોની તપાસ કરતા બંને બહેનોના પરીવારના સગડ મળ્યાં હતાં. અને બંને બહેનો અંકલેશ્વરની શ્રીધર સોસાયટીમાં ડી-પ૮ નંબરના મકાનમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. જે અંગેની જાણ મૃતક સુરુચીના પતી રાકેશ પ્રસાદને થતા તેઓ રેલવે પોલીસ મથકે આવ્યા હતા. જયાં બંને મૃતદેહ પોતાની પત્ની સુરુચી અને સાળી સીમા કુમારીશ હોવાની ઓળખ કરી હતી.