શહેરા ખાતે અપડેટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટરોની બહાર ભારે આધારકાર્ડ કઢાવવા તેમજ અપડેટ કરાવનારાઓની ભીડ જાેવા મળી રહી છે. હાલમા તાલુકા પંચાયત ખાતે અને મામલતદાર કચેરી ખાતે બે કીટો ઉપલબ્ધ હોવાની માહીતી મળી રહી છે.
નાગરિકો દ્વારા આધારકાર્ડ કીટમાં વધારો કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે.આધારકાર્ડ માટે સવારથી લોકો બેસી રહે છે. ત્યારે આ બાબતે પણ તંત્રએ આધારકાર્ડ સેન્ટરોની કીટો વધારવામા આવે તે બાબતે તસ્દી લેવી જાેઈએ. તેવી લોકમાંગ કરવામા આવી રહી છે.
સરકારી યોજનાનો લાભ લેવા કે પછી અન્ય કોઈ પણ સરકારી કામ માટે આધારકાર્ડ એક જરુરીયાતનુ દસ્તાવેજ બની ગયો છે. શહેરા ખાતે આવેલા તાલુકા સેવાસદન અને તાલુકા પંચાયત કચેરીના પટાંગણ ખાતે આધારકાર્ડ સેન્ટરો પર સવારથી આધારકાર્ડ કઢાવવા અને અપડેટ કઢાવવા માટે લોકોની લાઈનો જાેવા મળી રહી છે.
શાળાઓ ખુલી ગઈ હોવાથી શિષ્યવૃતિ માટે વિદ્યાર્થીઓને બેંક એકાઉન્ટ ખોલાવાના હોય પણ કેટલાક વિદ્યાર્થીઓના આધારકાર્ડ અપડેટ ન હોવાને કારણે અપડેટ કરાવવા માટે મોટી લાઈનો જાેવા મળી રહી છે. ત્યારે નવા આધારકાર્ડ કઢાવવા પણ તાલુકામાંથી લોકો આવી રહ્યા છે. આધારકાર્ડ સેન્ટરો પણ અપડેટ સહીતની કામગીરી સારી રીતે ચાલી રહી છે.
સાથે આવનારા લોકોની સંખ્યા વધારે હોવાથી સમય પણ જતો હોય છે. આધારકાર્ડ માટે તાલુકાના દુરના ગામડાઓમાંથી લોકો આવે છે. ત્યારે તેમણે લાંબો સમય બેસી રહેવુ પડે છે,ત્યારબાદ નંબર આવે છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા આધારકાર્ડ સેન્ટરોની કીટો વધારવામાં આવે તેવી માંગ લોકો દ્વારા કરવામા આવી રહી છે.